Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોવિડ-૧૯: હવાઇ યાત્રાથી પણ વધુ ખતરનાક છે કે રેસ્ટોરેન્ટમાં ભોજન અને કિરાણા સ્ટોરથી સામાન ખરીદવોઃ રિસર્ચ

નવી દિલ્હી,તા.૨: કોરોના કાળ દરમિયાન કયા કયા પરિબળો લોકોના જીવ પર જોખમી સાબિત થશે એનો કોઇ અંદાજો નથી. જોકે વિશ્વભરના દેશોની સરકારો દેશમાં જાહેરાત કરી ચૂકી છે કોરોના કાળ દરમિયાન બિનજરુરી લોકસંપર્ક ટાળો. આ મુદ્દે હાલમાં જ કરાયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના મહામારી દરમિયાન હોટલ-રેસ્ટોરેન્ટનું ભોજન અને કરિયાણાનો સામાન ખરીદવાનું કોઇ હવાઇ યાત્રાથી પણ વધારે ખતરનાક સાબિત થઇ શકે છે. જોકે વિજ્ઞાનીઓનું માનવુ હતું કે આ પ્રકારના પરિબળો પર રિસર્ચ દરમિયાન કહેવુ મુશ્કેલ છે કે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું કેટલા પ્રમાણમાં પાલન કરાયું હતું.

અમેરિકામાં હાર્વર્ડ ચી એચ ચાન સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના વિજ્ઞાનીઓ એરલાઇન્સ, એરપોર્ટ અને વિમાન બનાવતી કંપનીઓ દ્વારા કરાયેલા પ્રોફેશનલ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, સારી ગુણવત્ત્।ાવાળા પાર્ટિકુલેટ એર ફિલ્ટર્સથી બનેલા વિમાનોમાં વેન્ટિલેશન સિસ્ટમ દ્વારા સ્વસ્છ અને ચોખ્ખી હવા મળતી રહે ચે જે ૯૯ ટકાથી વધુ એવા કણોને બહાર કરે છે જેના કારણે કોવિડ ફેલાવાના ચાન્સિસ છે. જોકે અમેરિકાના વિજ્ઞાનીઓનો એક વર્ગ આ રિસર્ચને નકારે છે. તેમના મુજબ એચઇપીએ ફિલ્ટપ્સ સારા છે પરંતુ રિસર્ચમાં કહેવા મુજબનું સચોટ કાર્ય નથી કરતા. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.

(10:11 am IST)