Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ટેરર ટેક્ષ વસુલતો : ઇજાગ્રસ્ત ત્રાસવાદીઓનો ઇલાજ કરતો

શ્રીનગરમાં ઠાર સૈફુલ્લાની કુંડળી : ડોકટર તરીકે પણ ઓળખાતા

શ્રીનગર,તા.૨ : જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સંયુકત ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર અને ખ્ૅૅ કેટેગરીના આતંકવાદી સૈફુલ્લાહને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સૈફુલ્લાહ ઘણાં સમયથી હિઝબુલની સાથે જોડાયેલો હતો. તે સુરક્ષાદળો પર હુમલાનું પ્લાનિંગ કરતો હતો.

 આ સિવાય સૈફુલ્લાહ કાશ્મીરમાં ફળોના બાગ, અફીણની ખેતી કરતા લોકો પાસેથી આતંકવાદના નામે પૈસા ઉઘરાવતો હતો. આ સિવાય સૈફુલ્લાહનું સૌથી મોટું કામ એ હતું કે તે એન્કાઉન્ટરમાં ઘાયલ થતા આતંકીઓની સારવાર કરતો હતો. આ કારણે તેનું નામ ડોકટર રાખવામાં આવ્યું હતું. સૈફુલ્લાહ પણ બુરહાન વાણી ગેંગનો સભ્ય હતો.

 સૈફુલ્લાહે કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાદળો પર લગભગ ૧ ડઝન હુમલા કર્યા હતા. સૈફુલ્લાહે મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને તે પુલવામાના મલંગપોરાનો રહેવાસી હતો. સૈફુલ્લાહને આતંકવાદના રસ્તા પર લઈ જવા પાછળ રિયાઝ નાયકૂ સામેલ હતો. પંજાબના રસ્તે આતંકીઓના ડ્રગ રેકેટનું સંચાલન કરવામાં સૈફુલ્લાહની મુખ્ય ભૂમિકા હતી.

 અહીં નોંધનીય છે કે ગત વર્ષે પંજાબમાં જે ડ્રગ નેટવર્કનો ખુલાસો થયો હતો તેના પૈસા સૈફુલ્લાહ સુધી પહોંચવાના હતા. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ સૈફુલ્લાહે હિઝબુલના પૈસાનું નેટવર્ક વધુ મજબૂત કરવાનું કામ શરૂ કર્યું હતું. જેમાંથી તે યુવાનોને પૈસા આપીને આતંકવાદના રસ્તે લાવવાનું કામ કરતો હતો.

 ડોકટર સૈફુલ્લાહ ઉર્ફ ગાઝી હૈદર મૂળ રીતે પુલવામાના મલંગપોરા વિસ્તારનો રહેવાસી હતો. તે હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવાથી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચતો હતો. રિયાઝ નાયકુના મર્યા પછી સૈફુલ્લાહે જ કાશ્મીરમાં હિઝબુલની કમાન સંભાળી હતી. જે ઉપરાંત પૂર્વમાં હથિયાર લૂંટ, આઈઈડી હુમલા અને સુરક્ષાદળોના કાફલા પર થયેલા ટેરર એટેકની અનેક ઘટનાઓ પાછળ પણ તેનો હાથ હતો.

(10:09 am IST)