Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

એકલતા

''એકલતામાં બંને છે એક પકારની ઉદાસી, દુઃખ અને ખૂબજ ગહન શાંતી, મૌન, તે તમે કઇ રીતે જુઓ છો તેના પર આધારીત છે''

પોતાની સાથે રહેવુ ખૂબ જ અઘરૂ હોઇ શકે છે પરંતુ જયા સુધી તમે તમારી જાત સાથે નહી રહો ત્યા સુધી તમે તમારા અસ્તીત્વથી કયારેય પરીચીત નહી થાવ તમે કોણ છો તે તમને કયારેય ખબર નહી પડે હંમેશા હજારો પ્રકારના કામમા રહેવુ-સબંધોના, વ્યવસાયમાં ચીંતામા, ભવીષ્યમાં, ભૂતકાળમાં-વ્યકિત ફકત ઉપરના સ્તર ઉપર જીવે છે.

જયારે તમે એકલા હોવ છો ત્યારે તમે અંદર ડુબકી લગાવવાનું શરૂ કરી શકો છો કારણ કે તમે વ્યસ્ત નથી તમે હમેશા જેવુ અનુભવતા હો તેમ નહી અનુભવો. તે અલગ હશે તે તફાવત પણ તમને વીચીત્ર લાગશે અને ચોકકસ વ્યકિત તેના પ્રેમીની, મીત્રોની ઉણપ અનુભવે છે પરંતુ આ બધુ હમેશાને માટે નથી તે ફકત થોડા સમય માટે છે.

અને જો તમે તમારી જાતને ગહન પ્રેમ કરો અને તેમાં ઉંડા ઉતરી જાવ, તમે બીજા લોકો સાથે વધારે ગહન મંત્ર કરવા માટે તૈયાર થશો કારણ કે જે વ્યકિત પોતાની જાતને ઓળખતો નથી તે કયારેય ગહન પ્રેમ કરી જ ના શકે જો તમે ઉપરના સ્તરમાં જ જીવશો તો તમારા સબંધોમાં કયારેય ઉડાઇ નહી આવે જો તમારી અંદર ઉંડાણ હશે તો જ સબંધોમાં પણ ઉડાણ આવશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:08 am IST)