Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કોરોના : દેશમાં ૨૪ કલાકમાં ૪૬૯૬૪ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાગ્રસ્ત ૪૭૦ દર્દીના મોત : ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૮૧.૮૪ લાખને પાર : દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૨૨,૧૧૧એ પહોંચ્યો

અમદાવાદ, તા. ૬ : ભારતમાં કોરોના સંક્રમણના કહેરની અસર મહદઅંશે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૮૧.૮૪ લાખને પાર થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક ૧.૨૨ લાખથી વધુનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૯૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ (કોવિડ-૧૯)ના કારણે ૪૭૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૧,૮૪,૦૮૩ થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-૧૯ (કોવિડ-૧૯)ની મહામારી સામે લડીને ૭૪ લાખ ૯૧ હજાર ૫૧૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૫,૭૦,૪૫૮ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૨,૧૧૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૧ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૯૮,૮૭,૩૦૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૧૦,૯૧,૨૩૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૯૩૫ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૦૧૪ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ (કોવિડ-૧૯)ના કારણે ૫ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૭૧૯ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૨૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧,૭૨,૯૪૪ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૩,૧૦૬ છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૫૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૦.૨૭ ટકા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં ૨૨૭, અમદાવાદમાં ૧૭૮, વડોદરામાં ૧૧૯, રાજકોટમાં ૬૮, ગાંધીનગરમાં ૪૦, જામનગરમાં ૨૮, બનાસકાંઠા, મહેસાણામાં ૨૯ સહિત કુલ ૯૩૫ કેસ નોંધાયાછે.

ગુજરાતમાં કોરોનાના કારણે ૫ દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૨ જ્યારે સુરત, રાજકોટ અને પાટણમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં ૨૪૩, અમદાવાદમાં ૨૨૫, વડોદરામાં ૧૦૮, રાજકોટમાં ૮૩, ગાંધીનગરમાં ૮૨ સહિત કુલ ૧૦૧૪ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

ગુજરાતમાં અત્યારે કુલ ૧૩,૧૦૬ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૫૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૩,૦૪૭ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૫૬, ૧૧૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(12:00 am IST)