Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

દિલ્હીમાં કોરોનાનો કહેર વધતા ગૃહમંત્રાલયે બોલાવી ઇમર્જન્સી બેઠક

છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ પાંચ હજારથી વધુ કેસ નોંધાતા સ્થતિ ચિંતાજનક

નવી દિલ્હી : દેશની  રાજધાની દિલ્હીમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશ કોરોનાની પીકથી પસાર થઈ રહ્યુ છે. ત્યારે દિલ્હીમાં કોરોનાનો અલગ મિજાજ જોવા મળી રહી છે અને વધતા કોરોના કેસને લઈને  કેન્દ્ર સરકારે બોલાવી છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ પાંચ હજારથી વધુ કેસ નોંધાતા રહ્યા છે.

  દિલ્હીમાં વધતા કેસને લઈને કઈ રીતે કોરોના કેસ પર નિયંત્રણ કરી શકાય તે માટે ગૃહમંત્રાલયે બેઠક બોલાવી જેમાં મહત્વના મુદ્દે ચર્ચા થશે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી . આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, નીતિયોગના સદસ્ય ડૉ. વી.કે પોલ અને અન્ય વરિષ્ઠ કેન્દ્રીય અધિકારી દિલ્હીના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યા સમજવાની કોશિશ કરશે.પહેલી વખત જ્યારે દિલ્હીમાં વધતા મામલે કેન્દ્રનું હસ્તક્ષેપ કરવું પડ્યું હતુ.

(12:00 am IST)