Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

યોગ મુદ્રા અશ્લીલ ચેષ્ટા? યુકેની કોર્ટે થયેલી ફરિયાદને ફગાવી દીધી

મુદ્રાએ અસંસ્કારી નથી, પ્રાર્થનાનો એક ભાગ છે

લંડન તા. ર :.. યોગની મુદ્રાએ અશ્લીલ ચેષ્ટા છે એવી થયેલી ફરિયાદને બ્રિટનની એક કોર્ટે ફગાવી દીધેલ છે.

બ્રિટનની અદાલતે ભારતીય મુળની એક મહિલા સામેનો કેસ ફગાવી દીધો છે જેઓ પોતાના ઘર નજીક રોજ દૈનિક યોગ ક્રીયા કરતા હતાં.

તેઓ જે યોગ મુદ્રા કરતાં તેને પાડોષીઓએ અશ્લીલ હરકત માની હતી અને ફરીયાદ કરી હતી. તેઓએ યોગના સીસી ટીવી ફૂટેજ પણ આપ્યા હતાં.

પરંતુ હિન્દુ ધર્મના નિષ્ણાતે હેસિટગ્સી મેજીસ્ટ્રેટ કોર્ટમાં આવીને રજૂઆત કરી હતી કે 'મુદ્રા' એ અસંસ્કારી નથી પણ પ્રાર્થનાનો એક ભાગ છે.

જો કે બાદમાં ફરીયાદી પક્ષ કોઇ પુરાવા આપી શકયો નહોતો તેથી કોર્ટે બધા આરોપો ફગાવી દીધા હતાં.

ભારતીય મહિલાઓ બાદમાં રાહત અનુભવી હતી. તેમણે કહયું હતું કે મુદ્રાની મધ્ય આંગળી એ પ્રાર્થનાનો એક ભાગ છે તેનું વિષેય હિન્દુ-બૌધ મહત્વ પણ છે. વિશેષ મુદ્રાનો ઉપયોગ આકાશ સાથે જોડાવા માટે થાય છે.

(11:29 am IST)