Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઉજજૈનમાં બનશે 'વેદ' અને 'વિજ્ઞાન'નું સંશોધન કેન્દ્ર

પ્રાચિન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સેતુ બનાવવા સરકાર મોટી યોજના લાવવા કટીબધ્ધ : વેદના અધ્યયનથી જીવન ધોરણમાં બદલાવ લાવી શકાશે : વૈદિક બોર્ડ માટે પણ પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૨ : પ્રાચીન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સેતુ સાધી નકકર સંશોન કાર્ય કરવાનો મનસુબો સરકારે બનાવ્યો છે.

આ માટે સૌથી મોટુ વૈદિક સંશોધન કેન્દ્ર ખોલવાની યોજના તૈયાર થઇ રહી છે. જેનું સમગ્ર સંચાલ ઉજજૈનના મહર્ષિ સંદિપની રાષ્ટ્રીય વિદ્યા પ્રતિષ્ઠાન (એમ.એસ.આર.વી.પી.) દ્વારા સંભાળવામાં આવશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય સમક્ષ પ્રસ્તાવ મુકી દેવાયો છે. હાલમાં જ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે અધિકારીઓ સાથે બેઠક બોલાવી આ પ્રસ્તાવ માટેની સહમતી દર્શાવી હતી. ટુંકમાં ખુબ ઝડપથી મંજુરી મળી જવાની અને તુર્તમાં જ આ દિશામાં કામ શરૂ થઇ જવા માટેના ઉજળા સંજોગો સર્જાયા છે.

આમ તો જો કે ૨૦૧૪ માં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી સરકારે ગઠનના થોડાક સમય પછી તુરત જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની તર્જ પર વૈદિક શિક્ષ્ૅાા બોર્ડ લાવવાનો પ્રસ્તાવ મુકી દીધો હતો. બાબા રામદેવના સ્વામિત્વવાળી પતંતજલી સંસ્થાન તરફથી પણ આ પ્રસ્તાવ આવ્યો હતો. પરંતુ તેના પર અંતિમ સહમતી નહીં સધાતા આ વાત પડતી મુકવામાં આવી હતી.

જો કે હવે મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વેદ અનુસંધાન કેન્દ્ર પર કામ શરૂ કરી દીધુ છે.

વૈદિક બોર્ડ બનાવવાની વાત પર સેન્ટર વેદની બધી જ શાખાઓનું અધ્યયન કરાશે. દેશ વિદેશના વૈજ્ઞાનિકોને આ કેન્દ્ર પર નિમંત્રિત કરી ચર્ચા વિચારણાઓ કરાશે. અલગ અલગ સ્થળો પર વૈદિક પાંડુલીપી સેન્ટરો ખોલવામાં આવશે.

વેદના અધ્યયનથી જીવન બદલાવ લાવી શકાશે. તેવી ધારણા સાથે હાલ સરકાર આ દિશામાં ગંભીરતાથે કામે લાગી ચુકી છે.

(11:28 am IST)