Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દિવસભરની દોડધામ બાદ દિલ્હી એરપોર્ટ પરથી મળેલ બિનવારસી બેગમાંથી કાજુ મીઠાઈ અને ચોકલેટ મળ્યા

પોલીસે વેરીફાઈ કરીને ક્લિનચીટ આપી દીધી

 

નવી દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગતરાત્રે એક બિનવારસી બેગ મળ્યા બાદ અફરાતફરી મચી જવા પામી હતી બાદમાં અધિકારીઓએ કહ્યું કે એક યાત્રીએ કહ્યું કે બેગ તેની છે જે ટર્મિનલ ત્રણની બહાર ભૂલી ગયો હતો

  સૂત્રો મુજબ શાહિદ હુસૈન નામના યુવકે એરપોર્ટના પ્રાધિકારીઓનો સંપર્ક કર્યો હતો તે બેગ લગભગ 16 કલાક પહેલા ભૂલી ગયો ગયો તેમણે કહ્યું કે તે મિત્રો સાથે વિમાનથી મુંબઈ પહોંચ્યો જયારે બેગ દિલ્હી એરપોર્ટ માં મોડીરાત્રે ટર્મિનલ-3 બહાર ભૂલી ગયો હતો

  શાહિદ હુસેન હરિયાણાના વલ્લભગઢ નિવસસી છે તેની બેગમાંથી કાજુ,મીઠાઈ,કપડાં અને ચોકલેટ હતી,પોલીસે તેને વેરીફાઈ કરી દીધો છે અને ક્લિનચીટ આપી છે પોલિસે તેની જાણ સીઆઇએસએફને પણ કરી દીધી છે બેગમાં પહેલા લેપટોપ હોવાની વાત કહેવાય રહી હતી પરંતુ બેગમાં માત્ર લેપટોપનું ચાર્જર હતું જેને તાર કહેવાય રહ્યાં હતા

(12:47 am IST)