Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહારાષ્ટ્ર : શિવસેના - ભાજપ માં તકરાર ચાલુઃ કોંગ્રેસ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

મહારાષ્ટ્રમાં ભાજપા અને એમની સહયોગી પાર્ટી શિવસેના વચ્ચે સરકાર ગઠનને લઇ ખેંચતાણ ચાલુ છે. શિવસેનાના વરિષ્ઠ નેતા રાઉતએ કહ્યું મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એમની પાર્ટીના હશે.

     શિવસેના- ભાજપ વચ્ચે ચુંટણી પહેલા જે વાતચીત થયેલ તેના પર ભાજપ આગળ વધે. મહારાષ્ટ્રને એક સ્થિર સરકાર જોઇએ છે. મહારાષ્ટ્રના લોકોએ પ૦-પ૦ ની ફોર્મ્યુલના આધાર પર સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો છે. ભાજપના અલ્ટીમેટમને લઇ રાઉતએ કહ્યું કોઇ અલ્ટીમેટમ નથી. એમણે પોતાના ટવિટર પર એમને લખ્યુ સાહેબ અહંકારને વધુ પાળો નહી, સમયના સાગરમાં ઘણા સિકંદર ડૂબી ગયો.

જયારે એનસીપી નેતા નવાબ મલિકએ કહ્યું ભાજપ-શિવસેનાને જનતાએ સ્થિર સરકાર બનાવવા માટે જનમત આપ્યા છે. નિરૂપમએ ભાજપ - શિવસેના ખેંચતાણને નાટક બતાવ્યુ છે. ભાજપા નેતાએ રાષ્ટ્રપતિ શાસનના સંકેત આપ્યા છે.

(12:00 am IST)