Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દિવાળી પ દિવસ તમામ બેંકો બંધ રહેશે

બિહારના ૧ર, ૧૩, ૧૪ નવેમ્બરે છઠ્ઠને કારણે મોટાભાગની બેંકો બંધ રહેશેઃ આ સિવાય દિવાળીના તહેવારો આવી રહેલા હોવાથી બેંકો બંધ રહેશે

નવીદિલ્હી,તા.૨: મોટા ભાગના રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી અને છઠ્ઠના કારણે મોટાભાગની બેંકો બંધ રહેશે. આ સિવાયના પણ તહેવારો આવી રહેલા હોવાથી બેંકો બંધ રહેશે. માત્ર યુપીમાં જ નવેમ્બર મહિનામાં દિવાળીમાં સતત ૫ દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇ બીજના દિવસે બેંકો બંઘ રહેશે. અને ત્યાર બાદના બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર રજાઓ છે. 

બેંકો બંધ થવાની તારીખોમાં ૭ નવેમ્બરે દિવાળી, ૮ નવેમ્બરે નૂતન વર્ષ(ગોવર્ધન પૂજા) અને ૯મી તારીખે ભાઇ બીજની રાજાઓ છે. જ્યારે ૧૦મીએ મહિનાનો બીજો શનિવાર અને ૧૧ નવેમ્બરે રવિવાર હોવાથી બેંકોમાં રજાઓ છે. એટલે ૭ નવેમ્બરથી ૧૧ નવેમ્બર સુધી સતત ૫ દિવસ સુધી બેંકોમાં રજા રહેવાની છે. આ પ્રકારે યુપી સહિત અનેક રાજ્યોમાં રજાઓ રહેશે.

છઠ્ઠનો તહેવાર, ગુરૂ તેગ બહાદુર શહીદી દિવસ અને ઇદએમિલાદ જેવા તહેવારો પર પણ રાજ્યોમાં બેંકોમાં બંધ રહેશે. બિહારમાં ૧૨,૧૩,૧૪ નવેમ્બરે છઠ્ઠને કારણે બેકો બંધ રહેશે.

રાજસ્થાન, પંજાબ, ગુજરાત, કર્નાટક, મહારાષ્ટ્ર, હરિયાણામાં બે-બે દિવસ એટલે કે ૭ અને ૮ નવેમ્બર સતત બે દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, અસમ, ઓડિશા, સિક્કિમ, નાગાલેન્ડમાં એક-એક દિવસની એટલે કે ૭ નવેમ્બરે જ રજાઓ છે.

નવેમ્બરમાં દિવાળી અને છઠ્ઠના કારણેં સતત ૫ દિવસ તમામ બેંકા આ તારીખોમાં રજાઓ રહેશેઃ તા.૭થી૯ નવેમ્બર - દિવાળી(મોટાભાગના રાજ્યોમાં રજાઓ રહેશે), તા.૨૧ નવેમ્બર- ઇદએમિલાદ(અમૂક રાજ્યોમાં રજાઓ રહેશે), તા.૨૩ નવેમ્બર- ગુરુનાનક જયંતી(આમૂક રાજ્યોમાં રજાઓ રહેશે) અને  ૧૦ અને ૨૪ નવેમ્બર- બીજો અને ચોથો શનિવાર (મોટાભાગના રાજ્યોમાં રજા રહેશે).

(3:35 pm IST)