Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

OMG ! ટ્રાફિક દ્વારા એક બાઇક ચાલકને રૂ. ૩૧,૪૫૫નો દંડ ફટકારવામાં આવ્યો

તમને એવું લાગતું હશે કે આ કોઇ ટેકિનકલ ખામીથી થયું હશે પરંતુ એવું નથી આ ચલણ સાચું છે

નવી દિલ્હી તા. ૨ : દેશભરમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવતો હોય છે, પરંતુ તમે કયારે સાંભળ્યું છે કે ટ્રાફિક પોલીસે ૩૧ હજારનો દંડ ફટકાર્યો હોય. તમને એવું લાગતું હશે કે, આ કોઈ ટેકિનકલ ખામીથી થયું હશે, પરંતુ એવું નથી આ ચલણ સાચું છે. હવે વિચાર થાય છે કે, ટ્રાફિકના કેટલા નિયમોનો ભંગ કર્યો હશે, જેમ કે સિગ્નલ તોડવું, ખોટી રીતે ડ્રાઈવિંગ કરવું, હેલ્મેટ નહી પહેરવું વગેરે વગેરે. આવા કેટલા નિયમોના ભંગ સાથેનું આ બીલ હશે. આ બાઈક ચાલક વિરુદ્ઘ ટ્રાફિક પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારાયણગુડા વિસ્તારની પોલીસે ટીએસ 10ED 9176 નંબરના બાઈકને રસ્તા પર રોકયો. પોલીસે જણાવ્યું કે, દ્વારા તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી બુક અને પીયૂસી માંગવામાં આવી, જે તેની પાસે ન હતી, જેથી તેનું બાઈક ટોલ કરવામાં આવ્યું. આ ઘટના બાદ દંડ વસુલવાની કાર્યવાહી કોર્ટમાં થતી હોય છે, તેમાં જોવામાં આવે છે, અતીતમાં તેણે કોઈ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે કે નહી. જયારે આ વ્યકિતના બાઈક નંબરની તપાસ કરવામાં આવી તો, પોલીસ પણ ચોંકી ગઈ. અત્યાર સુધી તેની સામે એક બે નહી પરંતુ ૧૩૫ ચલણ છે. હવે પોલીસે તેની વિરુદ્ઘ રૂ. ૩૧૪૫૫ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ બાઈક ચાલકનું નામ કે કૃષ્ણા પ્રસાદ છે. તેની સામે ખર્ચ ૨૬૯૦૦ છે, જયારે પેનલ્ટી ૪૬૯૦ રૂપિયા છે. આમ કરી ટોટલ ૩૧,૪૫૫ રૂપિયાનું ચલણ છે. નારાયણગુડા પોલીસે આ મુદ્દે ચાર્જશીટ દાખલ કરી હતી. જેને લઈ બાઈક સીલ કરવામાં આવ્યું હતું. આ ચલણ જૂન-૨૦૧૬ થી ૧ નવેમ્બર ૨૦૧૮ સુધીનું છે. હવે આ બાઈકના ચલાનના રૂપિયા વસુલવા માટે હવે તેની હરાજી કરવામાં આવશે.(૨૧.૫)

(10:15 am IST)