Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રાજસ્થાનમાં સુરતની રચના મોદીની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો : જ્યોતિષે ગાડીમાં જ મોતને ઘાટ ઉતારી

મૃતક રચના મોદી પોતાના પ્રેમીને મળવા જ્યોતિષ પર દબાણકરતા જ્યોતિષે ઉશ્કેરાયો

રાજસ્થાનમાં સુરતની મહિલાની હત્યા મામલે મોટો ખુલાસો થયો હતો.આ  હત્યા મહિલાના જ્યોતિશે કરી હોવાનું બહાર આવ્યું છે. કૃષ્ણકાંત રાવલ નામના જ્યોતિષે મહિલાની હત્યા કરી હતી.

 

સુરત પોલીસે જ્યોતિષની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. જ્યોતિષ કૃષ્ણકાંત અને રચના મોદી બે દિવસ અગાઉ સુરતથી યુપી ખાતે મકરણ બાબાની મુલાકાતે નિકળ્યા હતા.જ્યાં મંડાવર ઘાટી નજીક બંને વચ્ચે બોલાચાલ થઇ હતી.જે બાદ જ્યોતિષે ગાડીમાં જ તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.મૃતક રચના મોદી પોતાના પ્રેમીને મળવા જ્યોતિષ પર દબાણ કરતી હતી. જેથી તે દિવસે મંડાવર ઘાટી નજીક પહોંચતા જ જ્યોતિષે તેણીને મોતને ઘાટ ઉતારી દિધી હતી.

(12:00 am IST)