Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હવે માત્ર એક કલાકમાં મળશે એક કરોડ સુધીની લોન : મોદી સરકાર નાના-મધ્યમ ઉદ્યોગકારોને મોટી રાહત આપવા સજ્જ

નાના કારોબારીઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે મોટી જાહેરાત

નવી દિલ્હી ;નાના અને મધ્યમ ઉદ્યોગકારોને હવે માત્ર એક કલાક કરતા ઓછા સમયમાં એક કરોડ સુધીની લોન મળી શકશે.મોદી સરકાર નાના-મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરવા સજ્જ બની છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ યોજનાની જાહેરાત કરશે આ યોજના અંતર્ગત નાના કારોબારીઓ માટે એક કરોડ રૂપિયાની લોન હવે આસાનીથી પ્રાપ્ત થશે. આ સાથે જ આ વ્યવસાયકારો માટે મોટું બજાર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ છે.

 

 સુમાહિતગાર સૂત્રો મુજબ  આ યોજના મુજબ એમએસએમઇ માટે સસ્તા વ્યાજ ડરથી લોન મળશે,વ્યાજમાં મળનારી છૂટ વધારશે,એમએસએમઇ ના ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહન અપાશે,નાના-મધ્યમ ઉદ્યોગકારોના યુનિટો ઉપર સબસીડી લોન વધારાશે,અને નાના-મધ્યમ ઉદ્યોગકારોને હાથો-હાથ લોન અપાશે.
  
જોકે, આ યોજના લાગુ કરતા પૂર્વે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે.એમએસએમઇ ઉપર સરકારનું વધારે ધ્યાન એટલા માટે છે કે આ ક્ષેત્ર જ સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે. આ ક્ષેત્રમાંથી તમામ પ્રકારની નોકરશાહી દૂર કરી તેનો વિકાસ કરવા તરફ સરકાર વધારે ચિંતિત છે.

(12:00 am IST)