Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દિવ્યાંગો પણ હવેથી હજ પઢવા જઇ શકશે : હજ કમિટી ઓફ ઇન્ડિયાએ કરેલા નિર્ણયને દિલ્હી હાઇકોર્ટ દ્વારા મંજૂરીની મહોર

  ન્યુદિલ્હી :  હજ કમિટી ઓફ ઇન્ડિયા સર્વાનુમતે નક્કી કર્યા મુજબ હવેથી દિવ્યાંગો પણ હજ પઢવા જઇ શકશે.તેમજ દિલ્હી હાઇકોર્ટએ પણ બાબતને મંજૂરીની મહોર લગાવી છે.અલબત્ત કેન્સર,લીવર તથા કિડની તકલીફ ધરાવતા તથા ટીબી જેવા ચેપી રોગો ધરાવતા લોકો માટે હજ પઢવા જવા ઉપરનો બાન ચાલુ રહેશે.

  2018 થી 2022 સુધીની નક્કી કરાયેલી હજ કમિટીની પોલિસી મુજબ દિવ્યાંગ અથવા તો અશક્ત લોકો પોતાની જવાબદારીએ સાથે અન્ય કોઈ સશક્ત તથા બ્લડ રિલેશન ધરાવતી વ્યક્તિને સાથે રાખી હજ પઢવા જઇ શકશે.જેમનો સમાવેશ જનરલ કેટેગરીના લોકોની સાથે કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)