Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કતર એરલાઈન્સનું 103 પ્રવાસીઓ ભરેલું વિમાન કોલકતા એરપોર્ટ પર પાણીની ટેન્કર સાથે ટકરાયું

તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત :વિમાનના નીચલા હિસ્સામાં નુકસાન

કતર એરલાઈન્સની એક ફ્લાઈટ કોલકત્તાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણીના એક ટેન્કર સાથે ટકરાયું હતું બુધવારે રાત્રે એક વાગ્યે અને 52 મિનિટે આ વિમાન એરપોર્ટ પર ટેકઓફની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ટકરાયું હતું

 વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટેન્કરના ટકરાવાને કારણે વિમાનના નીચલા હિસ્સામાં નુકસાન પહોંચ્યું છે.ફ્લાઈટને મેન્ટેનન્સ માટે ખસેડવામાં આવી છે. આ ફ્લાઈટ કોલકત્તાથી દોહા જઈ રહી હતી.

 આ વિમાનમાં 103 પ્રવાસીઓ સવાર હતા. નાગરિક ઉડ્ડયન નિયામકે મામલાની તપાસ શરૂ કરી છે. એક અધિકારીએ ક્હ્યુ છે કે એરપોર્ટ પર વાહનોનું આવાગમન એક પૂર્વ નિર્ધારીત રુટ પર અને નિશ્ચિત સ્પીડને આધારે થતું હોય છે. ડ્રાઈવરે વાહન પર કેવી રીતે નિયંત્રણ ગુમાવ્યું તે તપાસનો વિષય છે

 . ઘટના બાદ તમામ પ્રવાસીઓને કોલકત્તાની એક હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. તેમને શુક્રવારે સવારે દોહા જનારી ફ્લાઈટથી તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે. તપાસ રિપોર્ટના આધારે આગળના પગલા ઉઠાવવામાં આવશે.

(6:25 pm IST)