Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

૫ ઓક્ટોબર પછી ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના: છ રાજ્યોમાં ૪૮ કલાક માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ

ઉત્તરાખંડમાં ઓક્ટોબર સુધીમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.  પરંતુ તે પહેલા વરસાદ ફરી એકવાર તબાહી મચાવી શકે છે. ૫ ઓક્ટોબર પછી ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.  આ અત્યારે સવારે અને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.  ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે વારંવાર બ્લોક થઈ રહ્યા છે.

 

દરમિયાન હવામાન વિભાગે છ રાજ્યોમાં ૪૮ કલાક માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બંગાળનો સમાવેશ થાય છે.

(10:39 am IST)