Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એ કરી સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાતઃ કાશ્મીર વિશે ચર્ચા થઇ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલએ બુધવારના સાઉદી અરબમાં ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. મુલાકાતમાં ડોભાલએ જમ્મુ-કાશ્મીર અને ઘણા દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદાઓ પર સાઉદી ક્રાઉન પ્રિન્સની સાથે ચર્ચા કરી. રીપોર્ટ મુજબ મોહમદ બિન સલમાનએ જમ્મુ-કાશ્મીર સંબંધિત અનુચ્છેદ ૩૭૦ હટાવવા પાછળ ભારતનો વિચાર સમજવાની વાત કહી.

     ગયા મહિને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન પણ રિયાદ ગયા હતા.

(10:43 pm IST)