Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પાકિસ્તાનને રાજદ્વારી જવાબ..!! NSA અજિત ડોભાલની સાઉદી અરેબિયામાં પ્રિન્સ સલમાન સાથે ખાસ મુલાકાત

અજિત ડોભાલના ક્રાઉન પ્રિન્સ સાથેની બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી : જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા

નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા  જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથેના સંઘર્ષની સ્થિતિમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાઉદી અરેબિયાની મુલાકાતે આવેલા અજિત ડોભાલના ક્રાઉન પ્રિન્સ સાથેની આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી.

આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાઉદી રાજકુમારે જમ્મુ-કાશ્મીર અંગે ભારત દ્વારા લીધેલા નિર્ણય પર વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત સાઉદી અરેબિયા સાથેના તેના સંબંધોને મજબૂત બનાવવામાં રોકાયેલ છે, અને કાશ્મીરનો મુદ્દો પણ અનેક વખત ઉઠાવ્યો છે.

સાઉદી અરેબિયા ભારતમાં પોતાનું રોકાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેથી આ પ્રવાસનું ખૂબ મહત્વ છે. આવનારા સમયમાં બંને દેશો વચ્ચે આવી ઘણી બેઠક થશે, જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામેલ થશે.

ક્રાઉન પ્રિન્સને મળવા ઉપરાંત અજિત ડોવલ સાઉદી અરેબિયાના એનએસએ મુસાદે અલ ઇબાનને પણ મળ્યાં હતા. આ દરમિયાન બંને અધિકારીઓએ પ્રાદેશિક સુરક્ષાની વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકો ઉપરાંત અજિત ડોવલ સાઉદીના ઘણા મોટા નેતાઓને પણ મળશે.

(8:51 pm IST)