Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઇંગ્લેન્ડની કોર્ટે હૈદરાબાદની તિજોરીમાંથી 306 કરોડ મેળવવાનાં પાકિસ્તનનાં દાવાને નકાર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની લડાઇ અંગે ચુકાદો આપ્યો

ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇ કોર્ટે  હૈદરાબાદનાં નવાબની તિજોરી મામલે ભારતની તરફેણમાં એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. યુકેની કોર્ટે પાકિસ્તાનના દાવાને નકારી દીધો હતો. જે બાદ હવે ભારતને હૈદરાબાદનાં નવાબની તિજોરીમાંતી 306 કરોડ રૂપિયા મળશે.

  યુકેની કોર્ટે હૈદરાબાદનાં નિઝામની તિજોરી એટલે કે યુકેની બેંકમાં જમા 3 અબજ રૂપિયાથી વધુની રકમ મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ જૂની લડાઇ અંગે ચુકાદો આપ્યો છે. અને ચૂકાદામાં આ પૈસા પર પાકિસ્તાનનાં દાવાને નકાર્યો છે.

  દેશના ભાગલા પછી, નિઝામ હૈદરાબાદે લંડન સ્થિત નોર્થવેસ્ટ બેંકમાં 1,007,940 પાઉન્ડ એટલે કે આશરે 8 કરોડ 87 લાખ જમા કરાવ્યા હતા, જે હવે વધીને 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 3 અબજ 8 કરોડ 40 લાખ થઈ ગયા છે. બંને દેશો આ વિશાળ રકમ પર તેમનો હક હોવાનો દાવો કરી રહ્યા હતા.

   રૂપિયાની માલિકી અંગે પાકિસ્તાન સામે ચાલી રહેલી આ કાયદાકીય લડતમાં નિઝામના વંશજ પ્રિન્સ મુકરમ જા અને તેના નાના ભાઈ મુફ્તામ જા ભારત સરકાર સાથે છે. હૈદરાબાદના તત્કાલીન નિઝમે 1948 માં આ નાણાં બ્રિટનમાં પાકિસ્તાનના હાઇ કમિશનરને મોકલ્યા હતા. અને તેના દ્વારા આ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.

(8:49 pm IST)