Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પ કરોડમાં ટિકિટ વેચવા માટે ગંભીર આક્ષેપ થયો

હરિયાણા કોંગ્રેસમાં ઘમસાણની સ્થિતિ

ચંદીગઢ, તા.૨ : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની યાદી તૈયાર થઇ ગયા બાદ આને લઇને ભારે ઘમસાણની સ્થિતિ જોવા મળી રહી છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક કંવર અને તેમના સમર્થકોએ આજે દિલ્હી સ્થિત કોંગ્રેસ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. કંવરે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પાર્ટીએ જુના લોકોને નજરઅંદાજ કરીને નવા સામેલ થયેલા લોકોને ટિકિટ આપવાનું કામ કર્યું છે. સાથે સાથે પાંચ કરોડ રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષ સુધી અમે કોંગ્રેસને લોહી રેડીને મજબૂત કરી રહ્યા હતા. હરિયાણાનું નેતૃત્વ હવે ખતમ થઇ ચુક્યું છે. અમે પાર્ટી માટે સમર્પિત રહેલા લોકો માટે ટિકિટ માંગી રહ્યા છીએ. સમર્પિત લોકોને ટિકિટ મળી રહી નથી. હવે એવા લોકોને ટિકિટ મળી રહી છે જે હાલમાં જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે તથા વિતેલા વર્ષોમાં પાર્ટીની જોરદાર ટિકા કરતા રહ્યા છે.

(7:55 pm IST)