Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

જુવેનાઇલ જસ્ટીસ કમીટીનો રિપોર્ટઃ ૯ વર્ષના સગીર બાળક સહિત ૩૭૦ હટયા પછી ૧૪૪ સગીરોની કાશ્મીરમાં અટક

નવી દિલ્હી,તા.૨:મંગળવારે સુપ્રિમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ એક રિપોર્ટમાં કહેવાયું છે ેકે ૫ ઓગસ્ટ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવાયા પછી તરત જ એક નવ વર્ષના બાળકને અટકમાં લેવાયો હતો.

જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ૪ જજની જુવેનાઇલ જસ્ટીસ કમીટીના એક રિપોર્ટમાં જો કે કહેવાયું છે કે અટકમાં લેવાયેલા દરેક બાળકને તેજ દિવસે છોડી મુકાયા હતા અને પોલીસ સતાવાળાઓએ કોઇ પણ બાળકને ખોટી રીતે કેદમાં નથી રાખેલ કેમ કે જુવેનાઇલ જસ્ટીસ કાયદાની જોગવાઇઓ બહુ કડક છે.

ચાર સભ્યોની આ જેજેસીમાં જેસ્ટીસએ એમ મેગ્રે ડી એસ ઠાકુર, સંજીવ કુમાર અને રશીદ અલી દારનો સમાવેશ છે. તેમણે પોતાની પૂછપરછ બાબતે કોઇ કોમેન્ટ નથી કરી પણ શ્રીનગરના ડીજીપીનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

રિપોર્ટમાં આપવામાં આવેલ આંકડામાં અનુસાર ૧૮ વર્ષથી નાની વયના ૧૪૪ બાળકોને ૧૫ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન અટકમાં લેવામાં આવ્યા હતા. તેમાંથી ૮૮ બાળકોને પ્રીવેન્ટીવ ડીટેન્શન પ્રોવીઝન ઓફ ક્રીમીનલ પ્રોસીજર કોડ હેઠળ પથ્થર મારો અને બીજા તોફાનો થતા હોય તેવા વિસ્તારમાંથી અટકમાં લેવામાં આવ્યા હતા.

બાકીના બાળકોને તોફાન, પથ્થર મારો, જાહેર સંપતિને નુકસાન, પોલીસ પર હુમલો જેવા આરોપ હેઠળ અટકમાં લેવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ૫ ઓગસ્ટે બટામાલુમાંથી ૧૧ વર્ષના એક બાળકને કલમ ૧૦૭ હેઠળ જ્યારે ૯ વર્ષના તથા ૧૧વર્ષના એક એક બાળકને બટામાલુમાંથી જ ૭ ઓગસ્ટે ઝડપી લેવામાં હતા. આ બધા બાળકોને તે જ દિવસે છોડી મુકવામાં આવ્યા હતા.

પોલીસે વધારામાં જણાવ્યું હતું કે આ બાળકોને કાઉન્સેલીંગ પછી છોડી મુકાયા હતા. કાઉન્સેલીંગમાં તેમને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે હિંસક તત્વોના ચાળે ચડીને તેઓ પોતાને નૈતિક, શારીરિક અને માનસીક ખતરામાં મુકી રહ્યા છે.

પુલવામાં, પંપોર, અવંતિપોરામાં સંખ્યાબંધ બાળકોની અટકાયતના આક્ષેપનો આ રિપોર્ટમાં ઇનકાર કરવામાં આવ્યો છે.રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રાજ્યમાં જુવેનાઇલ કાયદાને માન આપીને જરૂરી પગલાઓ લેવાઇ રહ્યા છે.

(3:20 pm IST)