Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મધ્યપ્રદેશમાં હની ટ્રેપ મામલે નવો ખુલાસો : યુવતીઓએ લિપસ્ટિકમાં લગાવેલા કેમેરાથી ફોટા અને વિડિઓ ઉતાર્યા

લિપસ્ટિકમાં અને ગોગલ્સમાં આ કેમેરા ફીટ કરીને મોકલવામાં આવી હતી

મધ્ય પ્રદેશમાં હની ટ્રેપ કેસ સામે આવ્યો છે, જેમાં અનેક અધિકારીઓ અને રાજનેતાઓને ફસાવવામાં આવ્યા છે. પૈસા પડાવવા માટે આ સ્કેમ આચરવામાં આવ્યું હતું જેમાં અનેક કોલેજની યુવતીઓ પણ સામેલ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીઓએ લિપસ્ટિકમાં કેમેરા લગાવ્યા હતા.

લિપસ્ટિકમાં લગાવેલા કેમેરાથી તસવીરો લેવાતી અને વીડિયો ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે ગોગલ્સ કે સાદા ચસ્મા પહેરવામાં આવે તેમાં પણ કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા,

આ એક પ્રકારના બેટરીથી ચાલતા સ્પાય કેમેરા હોય છે જેને ગમે ત્યાં ફીટ કરી શકાય છે. સામાન્ય રીતે ઘડિયાળ, શર્ટના બટન કે ચસ્માની ફ્રેમ અથવા ઘડિયાળમાં પણ ફીટ થઇ જાય તેવા નાના કદના કેમેરા હોય છે.

યુવતીને પહેલાથી જ તેમની લિપસ્ટિકમાં અને ગોગલ્સમાં આ કેમેરા ફીટ કરીને મોકલવામાં આવી હતી. અનેક આઇએએસ કક્ષાના અધિકારીઓ અને નેતાઓની સાથે બાદમાં બેડમાં તસવીરો લેવામાં આવી અને વીડિયો ઉતારાયા, જેના આધારે આ અધિકારીઓ અને નેતાઓને બ્લેકમેલ કરી પૈસા પણ પડાવવામા આવ્યા.

આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ મહિલાઓ અને એક પુરૂષની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલી મહિલાઓના નામ આરતી દયાલ, મોનિકા યાદવ, શ્વેતા જૈન, શ્વેતા એસ. જૈન, બરખા સોની અને ઓમ પ્રકાશ નામના એક પુરૂષનો સમાવેશ થાય છે

(1:40 pm IST)