Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મુજે મેરી બીવી સે બચાવો..

મહિલાઓથી પીડિત પુરૂષો આજે દિલ્હીમાં એકઠા થશેઃ પુરૂષ આયોગ રચવા માંગણી

મહિલાઓ પુરૂષો માટે સમાન અધિકાર જરૂરી : પરિણીત પુરૂષોના આપઘાતનો દર મહિલાઓથી વધુ

મેરઠ,તા.૨: પુરૂષ આયોગ બનાવાની માંગ અંગે દિલ્હીના મંતર પર આજે ધરણા કરવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે તેમાં સમગ્ર દેશમાંથી લોકો એકત્રિત થશે ધરણામાં સામેલ થવા માટે વેલ્ટ યુપીથી પણ હજારોની સંખ્યામાં કથિત પીડિત પુરૂષ દિલ્હી જઇ રહ્યા છે. તેમાં ભાગ લઇ રહેલા મેરઠના શુભમ પ્રતિહારે જણાવ્યું કે શામલી, મુરાદાબાદ,કાસગંજ, નોએડા, ગાજીયાબાદ, બાગપત, મુઝફફશીગર સહિત પશ્ચિમી ઉતરપ્રદેશના અનેક જીલ્લાથી લોકો ધરતા કરવા માટે જંતર -મંતરપહોચી રહ્યા છે.

મેરઠના પીડિત રાજકુમાર તેમનું દર્દ છલકાવીને જણાવે છે કે દહેજ ઉત્પીડન કાયદાથી બચવા માટે પુરૂષ આયોગની રચના કરવામાં આવશે તેઓએ જણાવ્યું કે 'બેટી બચાવો'જેમ 'બેટા બચાવો' આજના સમયની માંગ છે.

શુભમનું કહેવું છે કે મહિલાઓની તરફથી લગાવામાં આવેલા એક તરફથી આરોપ અને કાયદાની જંજાળથી નિર્દોષ પુરૂષોને પણ બચાવા જરૂરી છે. તેઓએ જણાવ્યું કે વેસ્ટ યુપીથી ખન પ્રદર્શનમાં મહિલાઓ પણ સામેલ થશે.

કાર્યક્રમમાં સામેલ થનાર વંદના ગુપ્તાએ જણાવ્યું છે કે પુરૂષની માં-બહેન-ભાભી શુ મહિલા નથી? અને તે મહિલાઓના હકમાં અવાજ ઉઠાવી રહ્યા છીએ વંદનાના જણાવ્યા મુજબ જો ઝાડ, પક્ષી, પર્વત, નદી માટે આ દેશમાં કાયદો છે તો પુરૂષ માટે કેમ નહી!!

(1:21 pm IST)