Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નો પ્રારંભ, ગુજરાતમાં 158 કેદીઓની સજા માફી, રાજકોટ જેલમાંથી ૧૬ કેદીઓ મુક્ત : જસદણની લાખોની હીરા લૂંટમાં આઠ લૂંટારૂઓ ઝડપાયા : દેશ આખો ઉજવી રહ્યો છે સ્વચ્છ ભારત દિવસ, આજે ખુલ્લામાં શૌચ મુક્ત ભારત જાહેર થશે અને single use plastic ના વપરાશનો સંકલ્પ આજથી શરૂ થશે : સાંજે નરેન્દ્રભાઈ નું અમદાવાદ ગાંધી આશ્રમેં આગમન, રાત્રે ગરબાઓમાં જોડાશે : દોઢસોમી જન્મજયંતિ ઉપર સમગ્ર દેશમાં કોંગ્રેસની પગપાળા યાત્રા : મેઘરાજા જતા-જતા રાજુલામા ધોધમાર વરસ્યા, આટકોટમાં ૨ ઇંચ, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉભા પાકને ભારે નુકસાન, કપાસ મગફળી તલમાં નુકસાનથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝૂંટવાયો : આજે સવારે ઈન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ચોખ્ખા ચણાક, વાદળા અદ્રશ્ય : દેશભરમાં વરસાદે ૨૫ વર્ષનો રેકોર્ડ તોડયો, ૧૭૦૦ મોત, ૧૦ ટકા વધુ પાણી વરસી ગયું : હળવદના ચરાડવા અને કડીયાણા માં ભારે વરસાદે તારાજી સર્જી, ૮૦ બકરાના મોત, ત્રણ મકાનોની દિવાલો તુટી પડી, વાડી-ખેતરોમાં પાણી ભરાણા, ૮ થી ૧૨ ઇંચ વરસાદ પડી ગયો : વલસાડના દરિયામાં બે યુવતીઓ સહિત ચાર કોલેજીયનો ડૂબી ગયા * ભારતીય બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત હોવાની રિઝર્વ બેંકે કરવી પડેલી જાહેરાત, અફવાઓથી ગભરાતા નહીં *મધ્યપ્રદેશના સેક્સ સ્કેન્ડલ થી કોંગ્રેસના કમલનાથને ભાજપ સામે જબરૂ હથિયાર મળી ગયું, પાંચ મહિલાના ગ્રુપે મધ્યપ્રદેશના 11 આઇએએસ ઓફિસર ઓ અને અડધો ડઝન આઇપીએસ અમલદારો, ભાજપના નેતાઓને હનીટ્રેપ માં ફસાવ્યા

(12:50 pm IST)