Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પંજાબના તરનતારનમાં ડ્રોન અને હથિયાર મળી આવતા તંત્ર એલર્ટ : સુરક્ષા એજન્સીઓ સતર્ક : NIA ટીમ પહોંચશે

જીપીએસથી લેસ ડ્રોને 10 વખત ઉડાન ભરી હતી

પંજાબના તરનતારનમાં પાકિસ્તાની ડ્રોન અને હથિયાર મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરી ભારતમાં હથિયાર મોકલી રહ્યુ હતુ. જેથી આ મામલે ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે. એનઆઈએની ટીમ ટુંક સમયમાં તરનતારન વિસ્તારમાં તપાસ માટે પહોંચવાની છે.

  સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તરનતારનના છબાલ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પાસેથી બળેલી હાલતમાં એક ડ્રોન મળી આવ્યુ હતુ. જે બાદ તપાસ કરતા સામે આવ્યુ કે, જીપીએસથી લેસ આ ડ્રોને 10 વખત ઉડાન ભરી હતી. અને 10 કિલો સુધીના હથિયારની સપ્લાઈ ડ્રોન દ્વારા કરવામાં આવતી હતી.

(12:29 pm IST)