Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઓશો : ભારતની મહાન વિભૂતિ

ઓશો ઉન્મુકત, અનોખા, અદ્વિતિય અને અલૌકિક છે. ઓશો હિમાલય જેવી ઉંચાઇ અને પ્રશાંત મહાસાગર જેવું ઉંડાણ ધરાવે છે. ઓશો એક વિશાળ વટવૃક્ષ જેવા છે. મારી દૃષ્ટિએ ઓશો ભારતની મહાનતમ વિભૂતિ છે. ઓશો જેવા સંત, સજજન, સદ્પુરૂષ, જ્ઞાની, ગુણાતીત, પ્રજ્ઞાપુરૂષ અને  સર્વમુખી પ્રતિભાના માલિક અને તેમના જેવા વકતા આપને શોધવાથી પણ નહીં મળે.

ગીતામાં ૭૦૦ શ્લોક છે, ૧૮ અધ્યાય છે. આ બધા જ ૭૦૦ શ્લોકો પર ઓશો બોલ્યા છે. હું આપને વિનંતી કરૂ છું કે એકવાર ઓશોની ''ગીતા દર્શન'' જરૂર વાંચજો. તેના જેવું સરસ તથા વૈજ્ઞાનિક વિશ્લેષણ બીજે કયાંય નહીં મળે.

ઓશો ધમ્મપદ પર પણ બોલ્યા છે. ધમ્મપદમાં પણ ૭૦૦ શ્લોકો છે અને ગૌતમબુદ્ધના વચનો છે. હું આશ્ચર્ય પામી ગયો કે બૌદ્ધ ધર્મનું આટલું ઉંડુ અધ્યયન અને આટલી ઉંચાઇ. હું ફરીથી ખાતરી સાથે કહું છું કે ઓશો જેટલા ઉંડાણ સુધી ગયા છે અને જેટલી ઉંચાઇ સુધી પહોંચ્યા છે ત્યાં સુધી કોઇ નથી ગયું.

સ્વામી કુટસ્થાનંદ (સંત)

(11:48 am IST)