Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાજકોટના ઇન્ટીરીયર ડીઝાઇનર શૈલી અને કલ્પેશ ગણાત્રા 'ફોર્બસ' મેગેઝીનમાં છવાયા

રીયલ એસ્ટેટ ડેવલપર છબીલભાઇ પોબારૂ અને રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઇ પોબારૂના દીકરી-જમાઇએ નોખી જ કેડી કંડારી : 'ઔરા ડીઝાઇન સ્ટુડીયો' થકી નેધરલેન્ડ, દુબઇ અને આફ્રીકા સુધી ખ્યાતી પહોંચાડી

રાજકોટ તા. ૨ : ઔરા ઇન્ટીરીયર ડીઝાઇન સ્ટુડીયોના માધ્યમથી નેધરલેન્ડ, દુબઇ, આફ્રીકા સુધી ખ્યાતિ પહોંચાડનાર રાજકોટના શૈલી અને કલ્પેશ ગણાત્રાની કાબેલીયતે 'ઇન્ડીયા ફોર્બસ' મેગેઝીનની ઇન્ડીયા સાઇનીંગ યાદીમાં સ્થાન મેળવી ચોમેરથી વાહવાહી હાંસલ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે પોતાનો સ્વતંત્ર ડીઝાઇન સ્ટુડીયો ચલાવતા શૈલી રચનાત્મક વિભાગ સંભાળે છે. જયારે કલ્પેશ ટેકનીકલ વિભાગ સંભાળે છે. રહેણાંક, કોમર્શીયલ અને હોટલોના ઇન્ટીરીયર ડીઝાઇનીંગનું  કામ કરે છે.

'વી લીસન વી ક્રીએટ યુ એન્જોય' સુત્રને તેઓએ અપનાવ્યુ છે. પોતાના કલાયન્ટને ડાયરેકટ વેપારી સાથે મેળવી આપે છે. જેથી તેમને ભાવમાં પણ રાહત મળે. હાલ તેમની ટીમમાં ૯ વ્યકિત કામ કરી રહી છે. સમયસર કામ પુરૂ કરવુ એ તેમનો જીવનમંત્ર છે.

ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે લાયકાત ધરાવતા શૈલી ગણાત્રા પોતાના લગ્નના ૮ વર્ષ પછી આ ક્ષેત્રમાં પ્રવેશ્યા. તેમની કામની નોંધ લેવાતા તેમણે પોતાનો સ્ટુડીયો ખોલવા નિર્ણય કર્યો. જયારે કલ્પેશે પોતાનો અન્ય કૌટુંબીક ધંધો સંભાળતા રહ્યા અને બન્નેએ આ નવા સાહસની શરૂઆત કરી.

આ દંપતીએ જણાવ્યુ છે કે તેઓ જુદી જુદી જાતના પદાર્થોનું મિશ્રણ અને રચના, સમય, સ્ટાઇલ, ટ્રેન્ડ, રંગોનો ઉપયોગ કરી બતાવે છે. પોતાના કામમાં મોઝેક, પથ્થર, ફાઇબર, લાકડાનો ઉપયોગ પણ કરે છે. તાજેતરના 'ગાંધી મ્યુઝીયમમાં લગાવાયેલ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ તેનું તાજુ ઉદાહરણ છે. અહીં બુચ, ઇંટ, લાકડુ, દોરડા, શણ, બામ્બુને ઉપયોગમાં લેવાયા છે.

સતતને સતત અપડેશન એ આ ક્ષેત્રનો સૌથી મોટો પડકાર છે અને અમે તેને ઝીલી લેવા સતત તૈયાર રહીએ છીએ એજ અમારી સફળતાનું રહસ્ય છે. તેમ શૈલી ગણાત્રા અને કલ્પેશ ગણાત્રાએ જણાવ્યુ છે.

(11:46 am IST)