Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સંસ્કારી બાળકોને જન્મ આપવા ગર્ભ સંસ્કારનું પાલન કરો : આરએસએસ

સંઘની યુપીની શાખાઓમાં ગર્ભ સંસ્કારના વિડીઓ પ્રચલિત છે : મેરઠમાં વેદાંત ગર્ભવિજ્ઞાન એવમ સંસ્કાર કેન્દ્રોની સ્થાપના : મંત્ર છે 'બેબી પસંદગી દ્વારા, તક દ્વારા નહિં' : સાત્વિક ખોરાક અને નિયમીત પ્રાણાયામ : વ્યકિતની વિચારશરણી પરિવર્તિત કરી શકે છે : ડો.પાંડે : શ્વાસ લેવાની ટેકનીકો શીખવવા સાથે નિયમિત હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસાના પાઠ કરાવાય છે : શિવાજી - મહારાણા પ્રતાપની શૌર્ય કથાઓનું પઠન : વારસાગત નિષ્ક્રિય બનેલા જનીનોને આયુર્વેદના માર્ગદર્શન હેઠળ અપગ્રેડ કરી સુધારાશે : ગર્ભાવસ્થા પૂર્વે અને દરમિયાન ગર્ભ સંસ્કારના પાલન ઉપર ભાર મૂકાયો છે

નવી દિલ્હી, તા. ૨ : આરએસએસે યુવા યુગલોને કહેવા માટે એક અભિયાન શરૂ કર્યું છે કે જો તેઓ સંસ્કારી (નૈતિક રીતે વ્યવસ્થિત) અને બુદ્ઘિશાળી બાળકો ઇચ્છતા હોય, તો તેઓ ગર્ભધારણ દરમિયાન ગર્ભ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરે અને ગર્ભધારણ દરમિયાન કોર્ષ કરવો જોઈએ.

ઉત્ત્।રપ્રદેશની આરએસએસ શાખાઓમાં ગર્ભ સંસ્કારના વીડિયો પ્રચલિત છે જયાં પ્રચારકો અને સંચાલકો (હોદેદારો) બે છોકરીઓ- રાશી (૮) અને ક્રિયા (૪)ના સંસ્કૃત શ્લોક અને મંત્રનો પાઠ કરતો વીડિયો બતાવે છે. છોકરીઓની માતા સમજાવતી જોવા મળે છે કે તેની પુત્રીઓ બુદ્ઘિશાળી છે કારણ કે તે અને તેના પતિ ગર્ભ સંસ્કારનું પાલન કરતા હતા.

તમે જોઈ શકો છો કે આજની પેઢી કેટલી અસંસ્કારી છે. તાજેતરમાં જ કેટલાક વીડિયો વોટ્સએપ પર ફરતા હતા જેમાં દશાવવામાં આવ્યું છે કે આપણા યુવાનો ભારત, તેના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ વિશે કેટલા અજાણ છે. આ એટલા માટે છે કે તેમને યોગ્ય સંસ્કાર મળ્યા નથી. આરએસએસના નેતા મહેશ શર્માએ જણાવ્યું હતું કે હવે આરએસએસએ પરિસ્થિતિ સુધારવાનો નિર્ણય કયો છે.

તેમણે દાવો કર્યો કે આ એક 'વિજ્ઞાન' હતું જે વૈદિક સમયથી દેશમાં અસ્તિત્વમાં છે. આરએસએસ નેતાએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણા દાખલા છે જયારે ઋષિમુનિઓ પાસેથી મળેલા ડહાપણને પગલે માતાઓને તેમની પસંદગીના બાળકો આપવામાં આવ્યા હતા.

આરએસએસના સ્વયંસેવકો વિનોદ ભારતી અને નીરજ સિંઘલ, આયુર્વોદચાર્યએ પશ્ચિમ ઉત્ત્।રપ્રદેશના મેરઠમાં 'વેદાંત ગર્ભ વિજ્ઞાન ઇવમ સંસ્કાર કેન્દ્ર' સ્થાપ્યા છે-કહેવામાં આવે છે કે રાજયમાં તેની પહેલી સંસ્થા છે, જેનો પ્રોમો લાઈન છે બેબી પસંદગી દ્વારા તક દ્વારા નહીં.

આરએસએસના બંને નેતાઓએ ગુજરાતમાં એક ગર્ભ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર'માં તાલીમ' લીધી છે. આ 'કેન્દ્રો' આયુવેદ પર આધારિત એવા પ્રોગ્રામની હિમાયત કરે છે જે યુગલોને 'સંસ્કારી વંશ'ની ખાતરી આપે છે. આ કેન્દ્રો ચલાવતા લોકો પણ દાવો કરે છે કે આ 'કોર્સ' વારસાગત નિષ્ક્રિય જનીનોને 'અપગ્રેડ' કરી અને સુધારી શકે છે.

ડો.નિરજ સિંઘલે કહ્યું કે, યુગલોએ ગભ(વસ્થા પહેલા અને ગર્ભવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કારનું પાલન કરવું જરૂરી છે. ગર્ભ સંસ્કારએ ધામિક વિધિઓનો સમૂહ છે જે યોગના શિયમિત આહાર અને અભ્યાસની આસપાસ છે. આ ધાકશિક વિધિનો ઉચ્ચ મુદ્દો સંસ્કાર વિધિ છે છે બેબી પસંદગી દ્વારા તક દ્વારા નહીં.

આરએસએસના બંને નેતાઓએ ગુજરાતમાં એક ગર્ભ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર'માં તાલીમ' લીધી છે. આ કેન્દ્રો' આયુવેદ પર આધારિત એવા પ્રોગ્રામની હિમાયત કરે છે જે યુગલોને 'સંસ્કારી વંશ'ની ખાતરી આપે છે. આ કેન્દ્રો ચલાવતા લોકો પણ દાવો કરે છે કે આ 'કોર્સ' વારસાગત નિષ્ક્રિય જનીનોને 'અપગ્રેડ' કરી અને સુધારી શકે છે.

ડો.નિરજ સિંઘલે કહ્યું કે, યુગલોએ ગર્ભાવસ્થા પહેલા અને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કારનું પાલન કરવું જરૂરી છે. ગર્ભ સંસ્કારએ ધાર્મિક વિધિઓનો સમૂહ છે જે યોગના શિયમિત આહાર અને અભ્યાસની આસપાસ છે. આ ધાર્મિક વિધિનો ઉચ્ચ મુદ્દો સંસ્કાર વિધિ છે.

ત્રણ મહિને હવન જે નવમહિના ચાલે છે. વિભાવનાના ત્રણ મહિનાપહેલાં આ પ્રક્રિયા શરૂ થાયછે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને પોષક અને સાત્વિક આહાર આપવામાં આવે છે."પછીના તબક્કામાં, સગર્ભા સ્ત્રીઓને તેમનીવંશની પસંદગી પ્રમાણેવિવિધ શ્વાસ લેવાની  ટેકનીકો શીખવવામાં આવે છે. તેઓ નિયમિતપણે 'હનુમાન ચાલીસા' અને 'દુર્ગા ચાલીસા'નો પાઠ કરે છે અનેશિવાજી અને મહારાણા પ્રતાપ જેવા શૌર્યની કથાઓ સાંભળે છે," ડૉ.સિંઘલે કહ્યું.તેમનો દાવો છે કે આ'કાર્યવાહી'થી ડઝનથી વધુ યુગલોએ લાભ લીધો છે. લખનઉમાં આરએમએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડૉ.એસ.કે.પાંડેએ દલીલ કરી હતી કે ઇતિહાસમાંનોંધાયું છે કે સાત્વિક ખોરાક  અને નિયમિત પ્રાણાયમ વ્યક્તિની વિચારસરણીને પરિવર્તિત કરી શકે છે. "તે શરીરને શુદ્ધ બનાવે છે અને સારો આત્મા બનાવવામાં મદદ કરે છે," તેમણે દાવો કર્યો.

(12:37 pm IST)