Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

એક બકરીના મોતથી કોલસા કંપનીને ૨.૬૮ કરોડનું નુકશાનઃ સરકારને પણ ચૂનો

ઓડીશાની ઘટનાઃ બકરીએ ભારે કરી

ભુવનેશ્વર, તા.૨: મહાનદી કોલફીલ્ડ્સ લિમિટેડ (એમસીએલ)ને એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, ઓડિશામાં તાલચેર કોલફીલ્ડ્સ ક્ષેત્રમા એક બકરીના મોત બાદ થયેલા પ્રદર્શનના કારણે તેને ૨.૬૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સોમવારે તાલચેર કોલફીલ્ડ્સમાં જગન્નાથ સિડિંગ્સમાં કોલસા પરિવહન રોકી દેવાથી અને ડિસ્પેચ કાર્યમાં અડચણ આવવાને પગલે કંપનીને આ નુકસાન ઉઠાવવું પડયું.

સોમવારે કોલસો ભરીને જતી ગાડી (ટિપ્પર)ની ટક્કરથી એક બકરીનું મોત થઈ ગયું, તે પછી સ્થાનિક લોક ભડકી ગયા અને બકરીના મોતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ૬૦ હજાર રૂપિયાની માંગ કરવા લાગ્યા. નિષિદ્ઘ ખાણ ક્ષેત્રમાં થયેલા બકરીના મોત બાદ હાર્ટિંગ્સ ગામમાં કેટલાક લોકોએ હંગામો કર્યો.

સ્ટેટમેન્ટમાં આગળ કહેવાયું કે સોમવારે સવારે તાલચેર કોલફીલ્ડ્સના જગન્નાથ સિડિંગ્સ ૧ અને ૨જ્રાક્નત્ન ચાલી રહેલા કામ લોકોએ જબરજસ્તીથી રોકાવી દીધા. તે પછી વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસના હસ્તક્ષેપ પછી જ બપોરે ૨.૩૦ કલાકે જ કામ ફરીથી શરૂ થઈ શકયું. એમસીએલએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, સાડા ત્રણ કલાક કરતા વધુ સમય સુધી કામ રોકવાથી કંપનીને ૧.૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું. તો રેલવેના માધ્યમથી ડિસ્પેચ પર ૧.૨૮ કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું.

તેમાં કહેવાયું કે, આ કામ રોકાવાને કારણે સરકારને પણ ૪૬ લાખ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું. કંપનીએ સ્થાનિક પોલીસમાં ગેરકાયદેસર અડચણ ઉભી કરવા માટે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સામાન્ય અવર-જવર માટે ખાણ ક્ષેત્રોમાં પ્રવેશ સંપૂર્ણ નિષેધ છે. અહીં, ત્યાં જ લોકો આવી શકે છે, જેને અધિકાર અપાયો હોય, કે જે અહીં કામ કરતા હોય કે તાલીમબદ્ઘ હોય.(૨૩.૬)

 

(10:19 am IST)