Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

બાપુની ૧૫૦મી જન્મજયંતી પર સમગ્ર દેશમાં કોંગ્રેસની પગપાળા યાત્રા

બાપુની વિચારધારા સાથે સરકાર સામે લડત ચાલુ રાખીશુઃ કોંગ્રેસઃ પાર્ટી અધ્યક્ષ નેતાઓ-કાર્યકર્તાઓને ગાંધીવાદ અને ગાંધીના વિચારોવાળા ભારત માટે કામ કરવાના શપથ લીધા

નવી દિલ્હી, તા.૨: મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે કોંગ્રેસ બુધવારે સમગ્ર દેશમાં 'રઘુપતિ રાજા રામ'ની ધૂન પર પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે. દિલ્હી ખાતે યોજાનાર આ યાત્રાનું નેતૃત્વ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  કર્યુ છે.

મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી અપાયેલી જાણકારી મુજબ દિલ્હીમાં પ્રદેશ કમિટી કોંગ્રેસના કાર્યાલયથી રાજઘાટ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી સામેલ થયા.  આ યાત્રાના સમાપન પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટી નેતાઓ અને કાર્યકરોને ગાંધીવાદ અને ગાંધીના વિચારો વાળા ભારત માટે કરવાની શપથ લેવડાવશે.

આ યાત્રાના સમાપન પછી કોંગ્રેસ નેતા રાજદ્યાટ પર બાપૂને શ્રદ્ઘાંજલિ અર્પિત કરશે. દેશના અન્ય રાજયોમાં પણ કોંગ્રેસ પગપાળા યાત્રા કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પગપાળા યાત્રાનું નેતૃત્વ કરશે.

વેણુગોપાલે આ દરમિયાન બીજેપી પર કટાક્ષ કર્યો હતો કે પચ્ચાસ વર્ષથી પણ વધારે સમય પછી કેટલાક રાજકીય પક્ષોને ગાંધી દર્શન અને શિક્ષણનો અહેસાસ થઇ રહ્યો છે, જે તેમની તરફથી એક સ્વાગત યોગ્ય પગલુ છે. પરંતુ સવાલ એ છે કે, તેમનું આ વલણ કેટલું વાસ્તવિક છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ગાંધીજીની વિચારધારા સાથે સરકાર સામે લડાઇ ચાલુ રાખશે.

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીએ પશ્યિમ બંગાળમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ દળોને ફરીવાર એક મંચ પર લાવી દીધા છે. ગાંધીજીની જન્મજયંતી ઉજવવા માટે કોંગ્રેસ 'બંગાળમાં બાપુ' નામની એક કળા પ્રદર્શનનું આયોજન કર્યું છે.(૨૩.૩)

 

(10:18 am IST)