Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહાત્મા ગાંધીની આત્મકથા વાંચવામાં સૌથી વધારે આગળ છે કેરળઃ ગુજરાત પણ છે પાછળ

ગુજરાતી ભાષામાં આ પુસ્તકનું નિર્માણ ૧૯૨૭માં થયું હતું, બીજી અને મલાયલમ ભાષામાં ૧૯૯૭માં પ્રકાશિત થઇ હતી , આ સિવાય પણ તેનું વેચાણ વધારે છેઃ નવજીવન ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું હતું, મલાયલમ અનુવાદનું સૌથી વધુ વેચાણ તેના કારણે છે કે કેરળમાં સાક્ષરતા દર વધારે છે

નવી દિલ્હી, તા.૨: મહાત્મા ગાંધીનું રાજય ગુજરાત છે પરંતુ સૌથી વધારે તેમની આત્મકથાનું વેચાણ કેરળમાં થઇ રહ્યું છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલા નવજીવન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 'ધ સ્ટોરી ઓફ માય એકસ્પીરિમેન્ટ્સ વિથ ટ્રુથ'ના મલાયલમ અનુવાદની ૮.૨૪ કોપી વેચાઈ છે, જે અંગ્રેજી ભાષા બાદ સૌથી વધારે વેચાઈ છે, જયારે ગુજરાતી ભાષામાં ૬.૭૧ લાખ કોપી વેચાઈ છે.

ગુજરાતી ભાષામાં આ પુસ્તકનું નિર્માણ ૧૯૨૭માં થયું હતું.બીજી અને મલાયલમ ભાષામાં ૧૯૯૭માં પ્રકાશિત થઇ હતી , આ સિવાય પણ તેનું વેચાણ વધારે છે. નવજીવન ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું હતું, મલાયલમ અનુવાદનું સૌથી વધુ વેચાણ તેના કારણે છે કે કેરળમાં સાક્ષરતા દર વધારે છે. વિવેક દેસાઈએ આગળ જણાવ્યું હતું, આ સિવાય કેરળમાં વાંચવાની સંસ્કૃતિ છે. ગુજરાતમાં પણ છે પરંતુ કેરળમાં વધારે છે. કેરળમાં સ્કૂલમાં તથા કોલેજમાં લોકો વધારે સંખ્યામાં પુસ્તકો ખરીદતા હોય છે. 

ટ્રસ્ટના આંકડાઓ પ્રેમના ૨૦.૯૮ લાખ કોપી અંગ્રેજીમાં ખરીદવામાં આવી હતી,ત્યારબાદ મલયાલમ અને પછી ૭.૩૫ કોપીઓ સાથે તામિલનું સ્થાન છે. હિંદીની ૬.૬૩ લાખ કોપીઓનું વેચાણ થયું છે. ટ્રસ્ટ કહ્યું હતું, પુસ્તકનું પ્રકાશન ઘણી ભાષામાં થયું છે,જેમાં આસામી,ઊડિયા,મણિપુરી,પંજાબી,કન્નડ,મરાઠી પણ સામેલ છે. અત્યાર સુધી બધા જ મળીને ૫૭.૭૪ લાખ કોપીઓનું વેચાણ થયું છે.

આત્મકથા ૫૦૦ પેજની છે અને કિંમત ૮૦ રૂપિયાની છે. ૨૦૧૪માં જયારે પંજાબી ભાષામાં પ્રકાશિત થઇ હતી ત્યારે તે વર્ષે ૨૦૦૦ કોપીઓ વેચાઈ હતી. મણિપુરી અને સંસ્કૃત ભાષામાં ૩,૦૦૦ કોપીઓનું વેચાણ થયું છે. ટ્રસ્ટની યોજના પ્રમાણે જમ્મુ કાશ્મીરની ડોગરી ભાષા અને આસામની બોડો ભાષામાં પણ પ્રકાશિત કરવાનું ટ્રસ્ટ તૈયારી કરી રહ્યું છે.

નવજીવનના ટ્રસ્ટી એવા કપિલભાઈ રાવલે જણાવ્યું હતું,આત્મકથાનું પ્રકાશન ૧૯૬૮માં પહેલીવાર ડોગરી ભાષામાં પણ થયું હતું,તે સમયે માત્ર ૧૦૦૦ કોપી છાપવામાં આવી હતી ત્યારબાદ કોઈ કોપી છાપવામાં આવી નથી પરંતુ હવે ફરીથી ટ્રસ્ટ છાપવાનો નિર્ણય લીધો છે. અમે ૫૦૦ કોપીઓથી શરૂઆત કરીશું,જે જાન્યુઆરી,૨૦૨૦થી ઉપલબ્ધ થશે.

(10:17 am IST)