Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સપ્ટેમ્બરમાં GST વસુલાત આંકડો ઘટીને ૯૧૯૧૬ કરોડ

અગાઉના મહિનાની સરખામણીમાં આંકડો ઘટ્યો : એક વર્ષ અગાઉ સપ્ટેમ્બરમાં આંકડો ૯૪૪૪૨ કરોડનો હતો : ઓગસ્ટ માસમાં આંકડો ૯૮૨૦૨ કરોડનો હતો

નવી દિલ્હી, તા.૧ : સપ્ટેમ્બર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનનો આંકડો અગાઉના મહિનાની સરખામણીમાં ઘટી ગયો છે. આ આંકડો સપ્ટેમ્બર મહિનામાં ૯૧૯૧૬ કરોડનો રહ્યો છે જ્યારે અગાઉના મહિનામાં આ આંકડો ૯૮૨૦૨ કરોડનો રહ્યો હતો. સરકારી આંકડામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. એક વર્ષ અગાઉ આજ મહિનામાં રેવેન્યુ વસુલાતનો આંકડો ૯૪૪૪૨ કરોડ રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં વસુલ કરવામાં આવેલા કુલ જીએસટી રેવેન્યુનો આંકડો ૯૧૯૧૬ કરોડનો રહ્યો હતો જે પૈકી સી જીએસટીનો આંકડો ૧૬૬૩૦ કરોડ અને એસજીએસટીનો આંકડો ૨૨૫૯૮ કરોડ, આઈ જીએસટીનો આંકડો ૪૫૦૬૯ કરોડનો રહ્યો હતો જેમાં આયાત પર વસુલ કરવામાં આવેલી ૨૨૦૯૭ કરોડની રકમનો સમાવેશ થાય છે. સાથે સાથે સેસનો આંકડો ૭૬૨૦ કરોડનો રહ્યો છે. આયાત પર વસુલ કરવામાં આવેલી ૭૨૮ કરોડ રૂપિયાની રકમ સિવાનો આ આંકડો છે. આજે નાણામંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, જીએસટી આર ૩બી રિટર્નની કુલ સંખ્યા ઓગસ્ટના મહિના માટે ૭૫.૯૪ કરોડનો રહ્યો છે.

             સપ્ટેમ્બર દરમિયાન રેવેન્યુનો આંકડો ૨.૬૭ ટકા સુધી ઘટી ગયો છે. એક વર્ષ અગાઉના ગાળામાં આજ મહિનામાં વસુલ કરવામાં આવેલા રેવેન્યુનો આંકડો આની સરખામણીમાં ૨.૬૭ ટકા ઘટી ગયો છે. એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળા દરમિયાન સ્થાનિક ઘટકોમાં વધારો ૭.૮૨ ટકાનો રહ્યો છે જ્યારે આયાતમાં જીએસટીમાં નેગેટિવ ગ્રોથનો આંકડો રહ્યો છે. કુલ વસુલાતનો આંકડો ૪.૯૦ ટકા વધ્યો છે.

(12:00 am IST)