Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અર્થવ્યવસ્થા પર ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને આપી સલાહ : 'કડવુ સત્ય સાંભળવાની આદત રાખો'

પોતાની સરકારના અર્થશાસ્ત્રીઓને 'ડરાવવા' નું બંધ કરવું જોઇએ.

 

નવી દિલ્હી : ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન  મોદીને સલાહ આપી છે કે એમણે અપ્રિય કડવુ સત્ય સાંભળવાનો સ્વભાવ વિકસિત કરવો જોઇએ અને જો તે અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવવા માંગે છે તો એમણે પોતાની સરકારના અર્થશાસ્ત્રીઓને 'ડરાવવા' નું બંધ કરવું જોઇએ.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, ''જે પ્રકારે મોદી સરકાર ચલાવી રહ્યા છે પ્રકારે બહુ ઓછા લોકો નક્કી વિચારધારાથી બહાર નીકળી શકે છે. લોકોને માટે પ્રોત્સાહન આપવું જોઇએ કે તેઓ એમની (મોદી) સામે કહી શકે કે થઇ શકે. પરંતુ મને લાગે છે કે તે હાલ પ્રકારની વિચારસરણી વિકસિત કરી શક્યા નથી.''

રાજ્યસભા સદસ્યની પ્રકારની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે દેશની આર્થિક વૃદ્ધિ સૌથી નીચલા સ્તરે 5 ટકાએ પહોંચી ગઇ છે. અને સરકાર મંદીમાંથી બહાર નીકળવા માટે ઘણા બિન પરંપરાગત ઉપાય કરી રહી છે. સરકારે હાલમાં કંપનીઓ માટેના કરના દરમાં પણ ઘટાડો કર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ,સુબ્રમણ્યમ સ્વામી અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. એમણે કહ્યું કે ''આજે આપણે એવા પગલાની જરૂર છે કે જેમા આપણી અર્થવ્યવસ્થા માટે એક લઘુ, મધ્યમ અને લાંબાગાળાની નીતિઓ સામેલ હોય. પરંતુ આજે એવુ નથી. એમણે કહ્યું કે, મને લાગે છે કે જે પણ અર્થશાસ્ત્રી સરકારે રાખ્યા છે તે એટલા ડરેલા છે કે વડાપ્રધાન સામે સત્ય રજૂ કરી શકતા નથી. જ્યારે વડાપ્રધાન મોદીનું ધ્યાન ખુદ નાની પરિયોજનાઓ પર છે.''

સુબ્રમણ્યમ સ્વામીએ અર્થવ્યવસ્થામાં વર્તમાન સંકટ માટે નોટબંધીને પણ દોષ આપ્યો છે. મામલામાં એમણે ખાસ કરીને રિઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.

(8:39 am IST)