Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાહુલ ગાંધીની ટકોર :ટ્વીટ કર્યું કે જયશંકર જી, વડાપ્રધાનને પણ મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવો

ટ્રમ્પને ટેકો આપતા ડેમોક્રેટ્સ સાથે ભારત માટે મુશ્કેલીઓ, અમને પૂરો વિશ્વાસ છે કે, તમે તે સુધારી લેશો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીના 'અબકી બાર ટ્રમ્પ સરકાર' ના '#હાઉડી_મોદી' કાર્યક્રમનાં નિવેદન પર, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશ પ્રધાન એસ. જૈશંકરને નિવેદનમાં ટકોર કરી હતી કે, જયશંકરને વડા પ્રધાનને મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવવું જોઈએ.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, 'જયશંકર જી, આપણા વડા પ્રધાનની અક્ષમતા પરથી પર્દો ઉંચકવા બદલ આભાર. ટ્રમ્પને ટેકો આપતા, ડેમોક્રેટ્સ સાથે ભારત માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. અમને પૂરો વિશ્વાસ છે કે, તમે તે સુધારી લેશો. પરંતુ તમારે પીએમને પણ મુત્સદ્દીગીરી વિશે થોડું શીખવું જોઇએ

(12:00 am IST)