Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહારાષ્ટ્રમાં જુના જોગી ભાજપ નેતા એકનાથ ખડસેનો ખુલ્લી બગાવત : ટિકિટ કપાતા અપક્ષમાંથી ઝંપલાવ્યું

જો પક્ષ પ્રત્યે વફાદાર રહેવું એ ગુનો છે, તો હા હું ગુનેગાર છું

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 125 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદીમાંંથી મહારાષ્ટ્ર ભાજપનાં જૂના જોગી કહેવાતા અને એક સમયે જેમનો મહારાષ્ટ્ર ભાજપમાં દબદબો હતો તેવા એકનાથ ખડસે કદ પ્રમાણે વેતરાતા, તેમની ટિકિટ કાંપી નાખવામાં આવી છે.

એકનાથ ખડસેને ભાજપે ટિકિટ ન આપતા ખડસે બગાવત કરી છે અને ખડસે દ્વારા અપક્ષ તરીકે આજને આજ નામાંકન પણ ફાઇલ કરી દેવામાં આવ્યું છે. આ મામલે એકનાથ ખડસે દ્વારા ખુબ તિખી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે.

એકનાથ ખડસે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ, જો પક્ષ પ્રત્યે વફાદાર રહેવું એ ગુનો છે, તો હા હું ગુનેગાર છું. પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે જીના સમયથી, પાછલા 25 વર્ષોમાં, હું ભાજપ મહારાષ્ટ્રમાં નિર્ણય લેતી સંસ્થાનનો ભાગ હતો. મેં અન્યની ટિકિટ આપવી કે કેમ તે નક્કી કર્યું છે.

એકનાથ ખડસે વધું માં જણાવ્યું હતું કે મેં આજે મારું નામાંકન ભર્યું છે. મારું નામ પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી સૂચિમાં નથી, પરંતુ મને ટિકિટ મળે તેવી શક્યતા નકારી શકાય નહીં. મને ખબર નથી કે આ બેઠક શિવસેના પાસે છે કે ભાજપ પાસે છે, મને એટલી ખબર છે કે હું છેલ્લા 42 વર્ષથી ભાજપનો વફાદાર રહ્યો છું

આમ ટિકિટ કપાતા ભાજપનો અસંતોષ ઉકળીને સપાટી પર આવી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. અને ખડસે જેવા જૂના જોગીનાં આ પ્રકારનાં પગલાથી ભાજપનો ચરૂ વધારે ઉકળીને ગરમ થાય તેવા એંધાણ પણ જોવામાં આવી રહ્યા છે.

(12:00 am IST)