Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

''સ્કોલરશીપ પ્રોગ્રામ ફોર ડાએસ્પોરા ચિલ્ડ્રન (SPDC)'': વિશ્વના ૬૬ દેશોમાં વસતા NRI તથા PIOના સંતાનો માટે ભારત સરકારનો સ્કોલરશીપ પ્રોગ્રામઃ ભારતમાં એન્જીનીઅરીંગ, ટેકનોલોજી, જર્નાલીઝમ, મેનેજમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રે ગ્રેજ્યુએટ થવા એડમિશન ફી, ટયુશન ફી, સહિત વાર્ષિક ૪ હજાર ડોલરની સ્કોલરશીપ

ન્યુદિલ્હીઃ ભારત સરકારે ૨૦૦૬-૦૭ની સાલમાં વિદેશોમાં વસતા ભારતીય મૂળના લોકોના સંતાનો માટે ''સ્કોલરશીપ પ્રોગ્રામ ફોર ડાએસ્પોરા ચિલ્ડ્રન'' (SPDC) શરૂ કર્યો છે.

આ સ્કોલરશીપ પ્રોગ્રામના ભારતમાં મળતા લાભ મુજબ (મેડીકલ સિવાયના) અન્ય અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ માટે ટયુશન ફી, એડમિશન ફી, તથા પોસ્ટ એડમિશન ફી ચૂકવવામાં આવે છે. જેનો ૬૬ જેટલો દેશોમાં વસતા ભારતીયોના સંતાનો લાભ લઇ શકે છે. જે અંતર્ગત વાર્ષિક ૪ હજાર ડોલર સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના વડે એન્જીનીઅરીંગ, ટેકનોલોજી, હયુમેનીટીસ, લીબરલ આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, જર્નાલીઝમ, હોટેલ મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, એનિમલ હલ્બન્ડરી, સહિત વિવિધ કોર્ષ કરી શકાય છે.

વિશેષ માહિતી સેકશન ઓફિસર, અકબર ભવન ચાણકયપુરી, ન્યુદિલ્હી ખાતેથી અથવા ઇમેલ so i oia@mea.gov.in દ્વારા અથવા www.spdcindia.gov.in દ્વારા મેળવી શકાય છે.

(8:42 am IST)