Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

યુ.એસ.માં શિવા વિષ્નુ ટેમ્પલ લિવરમોર કેલિફોર્નિયા મુકામે ''દેવી નવરાત્રિ ઉત્સવ'': ૨૯ સપ્ટેં.થી શરૂ થયેલ ઉત્સવ ૭ ઓકટો.૨૦૧૯ સુધી ઉજવાશેઃ દૈનંદિન શ્રી દુર્ગાદેવી સહસ્ત્ર પૂજન, અર્ચન, તથા અભિષેકનો લહાવો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં હિન્દુ કોમ્યુનીટી એન્ડ કલ્ચરલ સેન્ટર સંચાલિત શિવા વિષ્નુ ટેમ્પલ, ૧૨૩૨, એરોહેડ એવ.લિવરમોર, કેલિફોર્નિયા મુકામે ૨૯ સપ્ટેં.થી શરૂ થયેલો 'દેવી નવરાત્રિ મહોત્સવ' ૭ ઓકટો.૨૦૧૯ સુધી ચાલશે.

ઉત્સવ અંતર્ગત દૈનંદિન શ્રી દુર્ગાદેવી સહસ્ત્ર પૂજન તથા અર્ચન કરાશે. તથા અભિષેક કરાશે, ૬ ઓકટો.ના રોજ ચંડી હોમ કરાશે. તથા ૭ ઓકટો.ના રોજ વિજયાદશમી અષ્ટનામ કરાશે.

વિશેષ માહિતી મદિરના કોન્ટેક નં.૯૨૫-૪૪૯-૬૨૫૫ દ્વારા મળી શકાશે.

 

(9:13 pm IST)