Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મથુરાના અધિકારીઓ મૂંઝવણમાં :RTI દ્વારા માંગ્યું શ્રીકૃષ્ણનું બર્થ સર્ટિફિકેટ

અરજીકર્તા ગેંદલેએએ પણ પુછ્યું છે કે, ભગવાન કૃષ્ણનું ગામ કયું હતું? તેમણે ક્યાં-ક્યાં લીલાઓ કરી?

 

છત્તીસગઢના એક આરટીઆઈ કાર્યકર્તાએ મથુરાના જીલ્લા તંત્ર પાસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમના ગામ, તેમના દ્વારા કરાયેલ વ્રજની લીલીઓ વગેરે સંબંધમાં કેટલીએ પ્રકારની જાણકારી માંગી છે. હાલમાં આરટીઆઈનો જવાબ આપવો તંત્રને મુશ્કેલ બની ગયો છે.

 

   મથુરા જીલ્લાના મુખ્ય માહિતી અધિકારી અને અપર જીલ્લાધિકારી (એડીએમ કાયદો-વ્યવસ્થા) રમેશ ચંદ્રનું કહેવું છે કે, જનમાન્યતા અને પ્રાઈવેટ આસ્થા સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવે, તેને લઈ હાલ મુંઝવણમાં છે

 

   છત્તીસગઢના બિલાસપુર જનપદના ગુમા ગામના નિવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ ગેંદલેએ આરટીઆઈ નાખીને મથુરા જીલ્લા તંત્રને પ્રશ્ન કર્યો છે. આરટીઆઈમાં લખવામાં આવ્યું છે કે, વિગત 3 સપ્ટેમ્બરે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે રજા જાહેર કરી ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. જેથી કૃપયા કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવે. જેથી સિદ્ધ થઈ શકે કે, તેમનો જન્મ દિવસે થયો હતો.

    આરટીઆઈમાં પણ પૂછવામાં આવ્યું છે કે, બતાવવામાં આવે કે, તે સાચે ભગવાન હતા? અને હતા, તો કેવા? તેમના ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરવવામાં આવે. ગેંદલેએ પણ પુછ્યું છે કે, ભગવાન કૃષ્ણનું ગામ કયું હતું? તેમણે ક્યાં-ક્યાં લીલાઓ  કરી?

(1:20 am IST)