Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

KBC 10 : સાત કરોડના સવાલનો સાચા જવાબની જાણ હોવા છતાં હારી ગઈ આસામની બિનિતા જૈન!

બિનિતાની સફર ખૂબ રસપ્રદ અને પ્રેરણાદાયી : એપોસોડમાં કેબીસીને સીઝનની પ્રથમ કરોડપતિ મળી

 

મુંબઈ :કેબીસી-10 સીઝનમાં અસમની બિનિતા જૈન ખુબ સરસ પરફોર્મ આપી રહી હતી કૌન બનેગા કરોડ સીઝન-10નો 2 ઑક્ટોબરનો એપિસોડ ખૂબ રસપ્રદ રહયો હતો એપિસોડમાં કેબીસીને સીઝનની પહેલી કરોડપતિ મળી હતી અસમની બિનિતા જૈન ગત એપિસોડમાં એક રૂપિયાના સવાલનો સાચો જવાબ આપી ચૂકી હતી ત્યારબાદ તેમની સામે 7 કરોડ રૂપિયા માટે પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો.

  સવાલ હતો – 1867માં કોણે પહેલા સ્ટૉક ટિકરનો અવિષ્કાર કર્યો હતો? વિકલ્પ હતાએડવર્ડ કાલાહન, થૉમસ એડિસન, ડેવિડ ગેસ્ટેટનર, રોબર્ટ બારક્લે. સવાલનો જવાબ ખબર હોવા છતા બિનિતાએ ક્વિટ કરી લીધું.

  શો ક્વિટ કર્યા બાદ જ્યારે અમિતાભે તેને કોઈ એક જવાબ પસંદ કરવા માટે કહ્યું ત્યારે બિનિતાએ એડવર્ડ કાલાહનનું નામ આપ્યું. જો બિનિતાએ ગેમ ક્વિટ ન કરી હોત તો તે સાત કરોડ રૂપિયા જીતી જાત. જોકે, તેમ છતા બિનિતાની સફર ખૂબ રસપ્રદ અને પ્રેરણાદાયી રહી.
  અત્રે ઉલ્લેખનીય છે કે બિનિતા 50 લાખ રૂપિયાના સવાલ પર જ ક્વિટ કરવા માગતી હતી પરંતુ જોડીદાર તરીકે આવેલા તેના પુત્રે સાચો જવાબ પસંદ કરવામાં તેની મદદ કરી અને તેણે રિસ્ક લીધું. 50 લાખ રૂપિયા માટે સવાલ હતો – માર્ક ટ્વેને આમાંથી કયા શહેરને સભ્યતાથી પણ પ્રાચીન કહ્યું છે? ઓપ્શન હતા – દિલ્હી, પ્રયાગ. ઢાકા અને વારાણસી. જવાબ હતો – વારણસી.
રબાદ બિનિતાની સામે એક કરોડ રૂપિયાના સવાલ હતો જેમાં પૂછાયું કે, ‘ભારતમાં કયા કેસને સુપ્રીમ કોર્ટમાં 13 ન્યાયાધિશોની સૌથી મોટી સંવિધાન પીછ દ્વારા સાંભળવામાં આવ્યો હતો?’ A. ગોકલનાથ કેસ B. અશોક કુમાર કેસ, C. શાહ બાનો કેસ D. કેશવાનંદ ભારતી કેસ. બિનિતાએ આ સવાલ સાંભળતાની સાથે જ તેનો જવાબ આપી દીધો પણ 1 કરોડ રૂપિયાની રકમ જોઈ તેને લૉક કરવામાં સંકોચ થઈ રહ્યો હતો. બાદમાં તેમણે જવાબમાં કેશવાનંદ ભારતી કેસનું નામ આપ્યું. આ જવાબ સાચો હતો જેના માટે બિનિતાને 1 કરોડ રૂપિયાની સાથે એક મહિન્દ્રા મરાન્ઝો કાર પણ ગિફ્ટ કરવામાં આવી.

(12:37 am IST)