Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

'ફાલ્ગુની પાઠક દાંડીયા ૨૦૧૮'ઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં સંકારા આઇ ફાઉન્ડેશનના ઉપક્રમે ૫ તથા ૬ ઓકટો.ના રોજ યોજાનારો પ્રોગ્રામ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સંકારા આઇ ફાઉન્ડેશનના ઉપક્રમે ૫ તથા ૬ ઓકટો.ના રોજ ફાલ્ગુની પાઠક સાથે દાંડીયા ૨૦૧૮ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. સાન્તા કલારા કન્વેન્શન સેન્ટર, ૫૦૦૧, ગ્રેટ અમેરિકા, સાન્ટા કલારા મુકામે ૫ તથા ૬ ઓકટો. શુક્રવાર તથા શનિવારના રોજ યોજાનારા આ દાંડીયા રાસનો સમય બંને દિવસ સાંજના ૭.૩૦ કલાકનો રહેશે.

વિશેષ માહિતી માટે info@giftofvision.org દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:23 pm IST)