Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ફિઝિક્સ ક્ષેત્રે સંશોધન બદલ 3 વૈજ્ઞાનિકોને નોબલ પ્રાઈઝ જાહેર : અમેરિકાના આર્થર એશ્કિન, ફ્રાંસના ગેરાર્ડ મોરો અને કેનેડાના ડોના સ્ટ્રિકલેન્ડ ને સંયુક્ત રીતે 90 લાખ સ્વીડિશ ક્રોનર અપાશે

યુ.એસ.:રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે લેજર ફિઝિક્સ પર શોધ માટે અમેરિકાના આર્થર એશ્કિન, ફ્રાંસના ગેરાર્ડ મોરો અને કેનેડાના ડોના સ્ટ્રિકલેન્ડના નામની જાહેરાત કરી. ત્રણેય વૈજ્ઞાનિકોને 90 લાખ સ્વીડિશ ક્રોનર (અંદાજીત 7.35 કરોડ રૂપિયા) આપવામાં આવશે.  ફિઝિક્સ ક્ષેત્રમાં યોગદાન આપવા માટે વર્ષે ત્રણ વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

અમેરિકાના એક્શિનને ઓપ્ટિકલ ટ્વીજર્સ પર રિસર્ચ માટે નોબલની અડધી ઈનામી રકમ આપવામાં આવશે. બે અન્ય વિજેતાઓને બચેલી ઈનામી રકમ શૅર કરવાની રહેશે.

(7:43 pm IST)