Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સ્થિર કિંમતના લીધે સોનાની આયાત ૫૦૦ ટકા વધી ગઈ

તહેવારની સિઝનમાં સોનાની ખરીદી વધશે : હવે સ્થિર કિંમતો-તહેવારને ધ્યાનમાં લઇને જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ દ્વારા સોનાનો સ્ટોક કરાયો છે : હેવાલમાં દાવો

અમદાવાદ, તા. ૨ : સ્થિર કિંમતોના પરિણામ સ્વરુપે સોનાની ત્રિમાસિક આયાતમાં ૫૦૦ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બરના ગાળા દરમિયાન સોનાની આયાતમાં ફરી એકવાર સારી સ્થિતિ જોવા મળી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાત વધી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન માંગમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં સોનાની આયાત પાંચગણીથી પણ વધુ વધી ગઈ છે. અગાઉના નાણાંકીય વર્ષ દરમિયાન સોનાની આયાતનો આંકડો ૨.૯ મેટ્રિક ટન રહ્યો હતો જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાત ૧૯.૫ મેટ્રિક ટનની આસપાસ રહી છે. સોના સાથે જોડાયેલા જાણકાર લોકોનું કહેવું છે કે, સોનાની કિંમતો સ્થિર રહી છે જેના લીધે જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ દ્વારા જંગી ખરીદી તહેવાર ઉપર કરવામાં આવી છે. તહેવારની સિઝન આડે વધારો સમય રહ્યો નથી ત્યારે જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ દ્વારા જંગી ખરીદી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરના બીજા ૧૫ દિવસ સિવાય સોનાની સ્થિતિ ખુબ સારી રહી છે. ડોલર સામે રૃપિયાના અવમુલ્યનના લીધે પણ ઉથલપાથલ જોવા મળી છે. ઘણા લોકો માની રહ્યા છે કે, સોનાની ખરીદી તહેવારની સિઝનમાં હવે વધશે જેના લીધે આયાતમાં પણ વધારો થશે. બુલિયન ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ સેક્રેટરી હરેશ આચાર્યના કહેવા મુજબ તહેવારની સિઝન નજીક આવી ગઈ છે ત્યારે કેટલાક જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ દ્વારા સોનાનો જથ્થો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. સ્થિર કિંમતો પણ તેમને આકર્ષિત કરી રહી છે. તહેવારની સિઝનમાં ઉલ્લેખનીય વેચાણ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. સોનાની કિંમત ૩૦૦૦૦ રૃપિયાની આસપાસ રહેવાની શક્યતા દેખાઈ રહી છે જેથી મોટાભાગના જ્વેલર્સ સ્ટોક કરી રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલના પ્રમુખ શાંતિ પટેલના કહેવા મુજબ સોનાની માંગ હાલમાં સ્થિર રહી છે. છેલ્લા બે સપ્તાહથી જ્વેલરી વેચાણ ઉદાસીન રહ્યું છે. કારણ કે, શ્રાદ્ધ પક્ષનો દોર ચાલી રહ્યો છે. પ્રાચીન માન્યતા મુજબ આગાળા દરમિયાન કોઇપણ ખરીદી કરવામાં આવતી નથી. નવરાત્રિની શરૃઆત થયા બાદથી તહેવારની સિઝનમાં સોનાનું વેચાણ જોરદારરીતે વધશે. નવરાત્રિ બાદ દિવાળી અને ત્યારબાદ લગ્નની સિઝન જામશે જેથી સોનાના વેચાણમાં વધારો થશે.

હાલમાં સોનાની આયાત

         અમદાવાદ, તા. ૨ : સ્થિર કિંમતોના પરિણામ સ્વરુપે સોનાની આયાતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. કારોબારીઓ માની રહ્યા છે કે, શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ થયા બાદ સોનાના વેચાણમાં ઉલ્લેખનીય વધારો થશે. લોકો ખરીદી માટે આગળ આવશે. નવરાત્રિની શરૃઆત થઇ રહી છે. ત્યારબાદ દિવાળી આવશે અને છેલ્લે લગ્નની સિઝન આવનાર છે જેથી સોનાની ખરીદીનો માહોલ જામશે. સોનાની આયાતનું ચિત્ર નીચે મુજબ છે.

વર્ષ..................................... આયાત (મેટ્રિક ટનમાં)

૨૦૧૮-૧૯................................................... ૧૯.૫

૨૦૧૭-૧૮...................................................... ૨.૯

૨૦૧૬-૧૭...................................................... ૫.૨

(7:07 pm IST)