Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બીઅેસઅેનઅેલના પોસ્ટપેઇડ ગ્રાહકોને અેક વર્ષ માટે વિનામૂલ્યે અેમેઝોન પ્રાઇમ મેમ્‍બરશીપની ઓફર

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોસ્ટપેઈડ ગ્રાહકોને એક વર્ષ માટે મફત એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપવાની જાહેરાત કરી છે. આ ઓફર મોબાઈલ અને લેન્ડલાઈન બન્ને ગ્રાહક માટે છે. BSNL Amazon Prime ઓફર હાલ માત્ર નવા એમેઝોન પ્રાઈમ ગ્રાહકો માટે જ છે. હાલના એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ આ ઓફરનો ફાયદો પોતાની હાલની પ્રાઈમ મેમ્બરશિપ પૂરી થયા પછી જ લઈ શકશે.

એક વર્ષ માટે એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનની ફી 999 રુપિયા છે. 399 કરતાં વધારેના પોસ્ટપેઈડ અને 745 રુપિયાથી વધારાના દરેક લેન્ડલાઈન પોસ્ટપેઈડ પ્લાન પર જ આ ઓફર મળશે.

એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપમાં લેટેસ્ટ મૂવી અને ટીવી શો માટે અનલિમિટેડ સ્ટ્રીમિંગ મળે છે. આ ઉપરાંત એમેઝોન ઈન્ડિયા પરથી શોપિંગ કરવા પર મફત ડિલીવરી અને એક્સક્લૂઝીવ ડીલ્સની પણ ઓફર મળે છે. સૌથી ખાસ વાત એ કે અનલિમિટેડ ઓફલાઈન ડાઉનલોડ્સની સાથે યુઝર્સ એડ-ફ્રી મ્યૂઝિકની પણ મજા લઈ શકે છે.

1.મોબાઈલ યુઝર્સ 399 રુપિયા કરતાં વધારેનો પોસ્ટપેઈડ પ્લાન અને લેન્ડલાઈન બ્રોડબેન્ડ યુઝર્સ 745 રુપિયા અથવા તેનાથી વધુનો પ્લાન લેવો પડશે.

2.આ પછી બીએસએનએલની વેબસાઈટ પર જાઓ અને ત્યાં ‘BSNL-Amazon offer’ પર ક્લિક કરો.

3.વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) માટે પોતાનો બીએસએનએલ નંબર એન્ટર કરો. પોતાનું ઈ-મેઈલ આઈડી નાખો. સર્કલ સિલેક્ટ કરો અને કોડ એન્ટર કરો.

4.એકવાર એક્ટિવેટ થયા પછી, તમે પ્રાઈમ વીડિયો અને એમેઝોન મ્યૂઝિક એપ્સનો ફાયદો ઉઠાવી શકો છો.

(5:13 pm IST)