Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નવરાત્રીમાં વાહનોની ખરીદી શુભ માનવામાં આવતી હોવાથી કાર કંપનીઓ દ્વારા ૪ લાખની અંદર વિવિધ કાર ઉપલબ્ધ

ટૂંક સમયમાં જ નવરાત્રિ શરુ થવાની છે. આ સાથે જ વર્ષના ફેસ્ટીવ સિઝનની પણ શરુઆત થઈ જશે. નવરાત્રિમાં વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. અનેક લોકો પહેલાથી જ કાર બુક કરાવી દે છે. જેની ડિલિવરી નવરાત્રિ સમયે લઈ લે છે. આ કાર ગિફ્ટ કરવાથી લઈને પર્સનલ યુઝ માટે ખરીદવામાં આવે છે. આ દરમિયાન કંપની ઈએમઆઈ ઈન્ટ્રેસ્ટ, ઈન્શ્યોરન્સ અને એક્સેસરીઝ જેવી અનેક ડિસ્કાઉન્ટ ઓફર પણ આપે છે. અમે તમને જણાવી રહ્યાં છે ચાર લાખમાં જ આવતી સસ્તી કાર વિશે.

મારુતિ અલ્ટો સૌથી લોકપ્રિય નાની કારમાંથી એક છે. આ 24.7 કિલોમીટર પ્રતિલીટરની એવરેજ આપે છે. આ કારની શરુઆતની કિંમત 2.51 લાખ રુપિયા(એક્સ-શોરુમ, દિલ્હી) છે.

ડેટસન રેડી ગો 25.17 કિલોમીટર પ્રતિલીટરની એવરેજ આપે છે. જેની શરુઆતની કિંમત 2.56 લાખ રુપિયા (એક્સ-શોરુમ, દિલ્હી) છે. તાજેતરમાં જ રેડી ગો 1.0નું ઓટોમોડિટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત 3.81 લાખ (એક્સ-શોરુમ, દિલ્હી) છે.

રેનો ક્વિડમાં સ્ટાઈલિશ ઈન્ટિરિયર છે. જે પહેલી નજરમાં જ તેના હરીફથી શાનદાર બનાવે છે. બહારથી જોવામાં આ કાર નાની લાગે છે પરંતુ આ કારમાં ખૂબ જ મોટી જગ્યા છે. જેમાં 799સીસીનું 3 સિલિન્ડર એન્જિન લાગેલું છે. જે તેને 25 કિ.મી/લીટરની શાનદાર એવરેજ આપે છે. રેનો ક્વિડની કિંમત 2.68 લાખ રુપિયા (એક્સ-શોરુમ, દિલ્હી)થી શરુઆત થાય છે.

ટિયાગો એક ગુડ લુકિંગ હેચબેક છે. જેમાં સ્ટાઈલિશ ઈન્ટિરિયર અને ઉત્તમ ઈક્વિપમેન્ટ આપવામાં આવ્યાં છે. સાઈઝ અને ફીચર્સને કારણે આ સેગમેન્ટની અન્ય કાર્સ કરતાં ઉત્તમ છે. આ કાર 85એચપી, 1.2 લીટર એન્જિન સાથે આવે છે. જેની કિંમત 3.26 લાખ રુપિયા (એક્સ-શોરુમ, દિલ્હી) છે. જેની એવરેજ 23.84 કિ.મી પ્રતિલીટર (Kpl) છે.

આ કાર જોવામાં ઉત્તમ અને અલ્ટો 800નું અપમાર્કેટ વર્ઝન છે. જે 68 એચપી,1.0લીટર એન્જિન સાથે આવે છે. જેની શરુઆતની કિંમત 3.30 લાખ રુપિયા (એક્સ-શોરુમ, દિલ્હી) છે. જેની એવરેજ 24.07 કિ.મી પ્રતિ લિટર છે.

આ કાર બે એન્જિન વેરિઅન્ટ્સ, 0.8 લીટર અને 1.0 લીટર એન્જિન સાથે આવે છે. આ કારની એવરેજ 21.1Kpl છે. હ્યુંડાઈ ઈઓનની કિંમત 3.30 લાખ રુપિયા (એક્સ-શોરુમ, દિલ્હી) છે.

(5:10 pm IST)