Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

આતંકવાદી મસૂદ અઝહરનો ઓડિયોઃ 'સારું થયું મોદી ભ્રષ્ટાચારમાં ફસાયા છે'

ઇસ્લામાબાદ, તા.૨: જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરે વધુ એક વખત ભારત વિરુદ્ઘ ઝેર ઓકયું છે. મસૂદ અઝહરે એક નવો ઓડિયો જારી કર્યો છે, જેમાં તેણે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ઘ વાંધાનજક ભાષાનો પ્રયોગ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં મસૂદ અઝહરે જણાવ્યું છે કે સારું છે કે મોદી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા છે. ભારતીય સેેનાના વડા અંગે બોલતાં મસૂદ અઝહરે જણાવ્યું હતું કે હવે મોદીએ આર્મી ચીફને આગળ કર્યા છે, જે પાકિસ્તાનને ધમકીઓ આપી રહ્યા છે. તેણે જણાવ્યું હતું કે અમે હિંદુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ નથી ઇચ્છતા, પરંતુ અમારા મુજાહિદ્દીનો હિંદુસ્તાનને પાઠ ભણાવવા માગે છે. મસૂદ અઝહરે જણાવ્યું છે કે જો પાકિસ્તાન સરકાર મારા પરથી પ્રતિબંધ હટાવી લે તો મારા કાશ્મીર મુજાહિદ્દીનો હિંદુસ્તાનને પાઠ ભણાવી શકે તેમ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે ભારત દ્વારા આતંકીઓ વિરુદ્ઘ કડક કાર્યવાહી અને કડક ભાષાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતાં તેનો આકા ગભરાયો છે અને આથી આ ગભરાટના કારણે તે ભારતનેેે પોકળ ધમકીઓ આપી રહ્યો છે.નવા ઓડિયોમાં મસૂદ અઝહરે જણાવ્યું છે કે સરકાર છ મહિના માટે અમારા પરના તમામ પ્રતિબંધ હટાવી લે તો અમે ઇન્ડિયાને તેની ભાષામાં જવાબ આપીશું. તેણે જણાવ્યું હતું કે હિંદુસ્તાન બહારથી ધમકીઓ આપે છે, પરંતુ અંદરખાને ગભરાયેલું છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થઇ રહેલી વાતચીતના પ્રયાસો પર પણ મસૂદ અઝહરે ટિપ્પણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે ભારતની પાવરફૂલ લોબીના દબાણમાં આવી જઇને પાકિસ્તાન સરકાર ભારત સાથે વાતચીત કરી રહી છે.

(3:44 pm IST)