Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બીજેપી લોકસભા ચુંટણી જીતવા માટે ''મોબાઇલ સૈનિકો''ને મેદાનમાં ઉતારશે

ઇન્ટરનેટ યુકત સ્માર્ટફોન અને તેના દ્વારા સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરતા જરૂરી મુદ્દા ઉપબધ્ધ કરાવશે

નવીદિલ્હી, તા.૨: ભાજપા આગામી લોકસભા ચુંટણી જીતવા માટે મોબાઇલ સૈનિકો'ને મેદાનમાં ઉતારશેફ પક્ષનું માનવું છે કે આવતી ચુંટણી જમીનથી વધારે સોશ્યલ મીડિયા પર લડવામાં આવશે. તેના માટે મોબાઇલ સૈનિકોની પણ તેટલી જ જરૂર પડશે. તેટલી જ બુથ સ્તર પર કાર્યકર્તાઓની પક્ષ તેને ઇન્ટરનેટ યુકત સ્માર્ટફોન અને તેના દ્વારા સોશ્યલ મીડિયા પર પ્રસારિત થતા જરૂરી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવશે.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વડાપ્રધાન કાર્યાલયમાં વિશેષ કાર્યાધિકારી (આઇટી)હિરેન જોશી કરી રહ્યા છે. દરેક સાંસદ અને વિઘાયકને પોતાના ક્ષેત્રમાં બુથ સ્તર પર મોબાઇલ સૈનિક નિયુકત કરવાની જવાબદારી આપવામાં આવી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ કાર્યક્રમ માટે એક અલગ કાર્ડ જ તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય સ્તર પર તૈયાર કન્ટેન્ટ રાજય એકતાને મોકલવામા આવશે. ત્યાંથી જિલ્લા સ્તર, બ્લોક સ્તર અને બુથ સ્તર સુધીના કાર્યક્રર્તાઓ સુધી પહોંચશે. બુથ સ્તર પર ૨૫૬-૨૫૬ સભ્યો વાળા ઓછા માંથી ઓછા બે વોટ્સએપ ગ્રુપ બનશે. જે પક્ષના મેસેજને સામાન્ય પ્રજા વચ્ચે આપલે કરશે. તેમને આશા છે કે બુથ સ્તર સુધી મોબાઇલ સંગઠન આવતા બે મહીના દરમ્યાન તૈયાર થઇ જશે. ભાજપે સોશ્યલ મીડિયામાં પ્રભાવ રાખતા નેતાઓ અને સમર્થકોની યાદીમાં તૈયાર કરી છે. તેના માટે જરૂરી શરત છે કે તેના ઓછામાં ઓછા એક લાખ ફોલોઅર્સ હોવા જોઇએ. તે લોકોને સરકારના મંત્રી અને વરિષ્ઠ નેતા સમુહોમાં મળીને ચુંટણીની રણનીતિ પર ચર્ચા કરી રહ્યા છે.

(3:33 pm IST)