Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દેશમાં વિવિધ બિમારીથી લોકો ગ્રસ્ત છે

૪૬ ટકા લોકો કુપોષણનો અને ૩૯ ટકા લોકો ટીબીથી ગ્રસ્ત છે : કેન્સર અને હાર્ટથી પણ મોટી સંખ્યામાં મોત

નવી દિલ્હી,તા. ૨: ભારતમાં જુદી જુદી બિમારીઓના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ જાય છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવી નવી વિગત સપાટી ઉપર આવી છે કે, કેન્સર નહીં પરંતુ અન્ય બે રોગના કારણે ભારતમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. સામાન્યરીતે ગંભીરતાનો અંદાજ બિમારીઓના કારણે થતાં મોતથી લગાવવામાં આવે છે. કેન્સર, હાર્ટએટેકથી વધુ લોકોના મોત થાય છે તો એમ માનવામાં આવે છે. ક્યારે પણ બિમારીઓથી થનાર પીડાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. દેશમાં સૌથી વધારે પીડિત જો લોકો છે તો તે પૌષ્ટિક તત્વોથી ગ્રસ્ત છે. પ્રોટીન, વિટામીન, આર્યનની કમીના કારણે ટીબી રોગથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત છે. દેશની અંદર આશરે ૪૬ ટકા વસતી કોઇને કોઇ પ્રકારના કુપોષણથી ગ્રસ્ત છે. જ્યારે ૩૯ ટકા લોકો ટીબીથી ગ્રસ્ત છે. છેલ્લા દશકમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. ૪૬ ટકા દર્દીઓ વધી ગયા છે પરંતુ માત્ર ૦.૧૫ ટકા ભારતીય આનાથી ગ્રસ્ત છે. ૨૦૧૭માં થયેલા કુલ મોત પૈકી માત્ર આઠ ટકા મોત કેન્સરના કારણે થયા છે. ભારતમાં હકીકતમાં જો કોઇ બે મોટી બિમારીઓ છે તે હાર્ટને લગતી બિમારી અને ડાયાબીટીસ છે. આ બિમારી પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલનાર બિમારી નથી. કારણ કે, આ બિમારી બહારના એજન્ટો મારફતે ફેલાતી નથી. હૃદય સાથે સંબંધિત આશરે ૫.૫ કરોડ લોકો પ્રભાવિત થાય છે જ્યારે ડાયાબીટીસથી ૬.૫ કરોડ લોકો પ્રભાવિત થાય છે. બંને બિમારીઓના કારણે વ્યક્તિના જીવન ધોરણ પર પ્રતિકૂળ અસર થાય છે. હાર્ટ સાથે સંબંધિત રોગથી મોતની સંખ્યા વધારે છે.

કુપોષણથી સૌથી વધારે  લોકો બિમાર છે

૬૦ કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત

નવીદિલ્હી, તા. ૨: દેશમાં ૬૦ કરોડથી વધુ લોકો એટલે કે આશરે ૪૬ ટકા લોકો કુપોષણથી ગ્રસ્ત છે. એટલે કે પ્રોટીન, વિટામિન, આર્યન અને અન્ય તત્વોની કમીના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયેલા છે. થાક, નબળાઈ, કામ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરવાની બાબત આ તમામ બાબત કુપોષણ સાથે સંબંધિત હોય છે. બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં પણ કુપોષણ ભૂમિકા અદા કરે છે. છેલ્લા દેશકમાં ૮ ટકાનો વધારો કુપોષણથી ગ્રસ્ત બિમારીઓના કારણે થયો છે. હાલમાં જ કરવામાં આવેલા આંકડામાં આ મુજબનો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા દશકમાં કેન્સરના મરીજોની સંખ્યામાં ૪૬ ટકાનો વધારો થયો છે પરંતુ આમા ભારતીયોની સંખ્યા ૦.૧૫ ટકાની આસપાસ છે. ૨૦૧૭માં કુલ મોત પૈકી પાંચ ટકા મોત કેન્સરના લીધે થઇ હોવાની સપાટી ઉપર આવી છે. કુપોષણ સૌથી ગંભીર બિમારી તરીકે ઉભરીને સામે આવતા આરોગ્ય તંત્રની આંખો પણ ખુલી છે.

(3:30 pm IST)