Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધીજીને અમેરીકાના સર્વોચ્ચ નાગરીક સન્માન ''કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ''થી સન્માનીત કરવાનો પ્રસ્તાવ અમેરીકી સંસદમાં રજ

 વોશીગ્ટનઃ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ વિશ્વભરમાં ઉજવાઇ રહી છે. ત્યારે અમેરીકી સંસદમાં ગાંધીજીને મરણોપરાંત સર્વોચ્ચ નાગરીક સન્માનીત કરવાનો  પ્રસ્તાવ અમેરીકી સંસદના નીચલા ગૃહમાં રજુ કરવામાં આવ્યો છે.

 અમેરીકી સંસદમાં ચાર અમેરીકી ભારતીય સહિત લગભગ અડધો ડઝન સાંસદોએ મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠીત ''કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ'' થી સન્માનીત કરવાનો પ્રસ્તાવ સંસદના નીચલા ગૃહની પ્રતિનિધિ સભામાં રજુ કર્યો છે સાંસદોએ શાંતિ અને અહિંસાને પ્રોત્સાહિત કરવામાં ગાંધીજીના યોગદાનને ધ્યાને રાખતા ''કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ''થી સન્માનીત કરવામાં આવે તેમ પ્રસ્તાવમાં જણાવ્યું હતુ.

 રજુ કરાયેલ પ્રસ્તાવમાં અમેરીકી કોંગ્રેસ સંસદના સભ્ય કૈરોલીન મલોનીએ પ્રસ્તાવ રજુ કરેલ. જેમાં ભારતીય મુળના ચાર સાંસદો એમી બેરા, રાજા કૃષ્ણમુર્તિ, રો ખન્ના અને પ્રમીલા જયપાલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતુ.

 ભારત તથા ભારતીય અમેરીકીઓ પર સંસદીય કોકસના હાલના સહઅધ્યક્ષ તુલસી ગબોર્ડ પણ આ પ્રસ્તાવને સમર્થન આપેલ. આ પ્રસ્તાવને વિત્તીય સેવા સમિતિ અને સદનની પ્રશાસન સમિતિને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો છે.

''કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ'' અમેરીકી સંસદ તરફથી આપવામાં આવતુ સર્વોચ્ચ નાગરીક સન્માન છે. આ સન્માન ખુબ જ ઓછા વિદેશઓને આપવામાં આવ્યું છે. જેમા મધર ટેરેસા (૧૯૯૭), નેલ્સન મંડેલા (૧૯૯૮), પોપ જોન પોલ-બીજા (૨૦૦૦), દલાઇ લામા (૨૦૦૬), આંગ સાન સુચી (૨૦૦૮), મુહમ્મદ યુનુસ (૨૦૧૦) અને શિમોન પેરેઝ (૨૦૧૪) સામેલ છે.

 ઓગષ્ટમાં ન્યુયોર્કમાં યોજાયેલ લોકપ્રિય '' ઇન્ડિયા ડે પરેડ'' દરમિયાન મલોની તરફથી આ પ્રસ્તાવ બાબતની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીના અહિંસક પ્રતિરોધના ઐતિહાસિક સત્યાગ્રહ આંદોલને એક દેશ અને આખા વિશ્વને પ્રેરીત કરેલ. તેમનુ ઉદાહરણ આપણએ ઉર્જાથી ભરી દે છે કે આપણે બીજાની સેવામાં પોતાને સમર્પિત કરીએ.

(3:20 pm IST)