Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દિલ્હીમાં અન્નદાતા ઉપર શકિત પ્રદર્શન : લાઠીચાર્જ - અશ્રુવાયુ - પાણીનો મારો

દેવામાફી - શેરડીના ભાવો સહિતની માંગણીસર દિલ્હી માર્ચ કરવા જઇ રહેલા ખેડૂતોને દિલ્હી સરહદે અટકાવતા સંગ્રામ : લાઠીચાર્જમાં ૩૦ ખેડૂતો ઘવાયા : હરિદ્વારથી નીકળી છે 'કિસાન ક્રાંતિ યાત્રા' : યુપી ગેટ પર ખેડૂતોએ બેરીકેટ તોડતા :પોલીસે કર્યો બળપ્રયોગ : ખેડૂતોને મનાવવા રાજનાથની મથામણ : બેઠકોના દોર

નવી દિલ્હી તા. ૨ : યુપી ગેટ પર ખેડૂતો દ્વારા બેરીકેડ તોડવા પર પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો છે. સાથે જ પોલિસ ખેડૂતોને વિખેરવા માટે અશ્રુગેસના ગોળા અને રબર બુલેટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પહેલા પોલીસે બેરીકેડ તોડવાથી રોકવા માટે ખેડૂતો પર પાણીનો મારો પણ કર્યો તેમ છતાં ખેડૂતો માન્યા નહી અને ટ્રેકટર ચડાવીને બેરીકેડ તોડી નાખ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી ચૂકયા છે.

લાઠીચાર્જ દ્વારા પોલિસ ખેડૂતોને હટાવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે લાઠીચાર્જ અને રબર બુલેટથી અત્યાર સુધીમાં અંદાજે ૩૦ ખેડૂતોને ઇજા પહોંચી છે. પોલિસ દ્વારા બળપ્રયોગ કરવા પર વધુ પડતા ખેડૂતો ફરી યુપી ગેટ પર જઇને બેરીકેડની સામે બેસી ગયા છે.

બીજીબાજુ ખેડૂતોને મનાવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે તેના પ્રતિનિધિ મંઠળ સાથે બેઠક કરી રહ્યા છે. અંદાજે એક કલાક પહેલા જ યુપી ગેટ પર તેને પ્રતિનિધિ મંડળને પહેલા પોલિસ અધિકારીઓએ સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતોના ન માનવાથી તેને ગૃહમંત્રી સાથે બેઠક કરાવા માટે લાવવામાં આવ્યા છે. બીજી બાજુ ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેની માગ રાખવા પર અડગ છે. ખેડૂતો દિલ્હીના રાજઘાટ જવા પર અડગ છે. સોમવારે સાંજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂતોના પ્રતિનિધિ મંડળ સાથે મળીને તેને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા.

ખેડૂત ક્રાંતિ રેલી યુપી ગેટ પહોંચવા લાગી છે અને ધીરે ધીરે ખેડૂતોની સંખ્યા વધી રહી છે.

દિલ્હીમાં ઘૂસવા પર અટકાવવા પર ખેડૂતોએ ગાજીપૂર બોર્ડર પર હંગામો શરૂ કરી દીધો હતો. મોટી સંખ્યામાં અહીંય ખેડૂતો એકઠા થયા છે. દિલ્હી-યૂપી બોર્ડર પર ભારે સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે

ખેડૂત ક્રાંતિ પદયાત્રાને લઇને દિલ્હી અને યૂપી બોર્ડર પર ગાઝીપુરના યૂપી ગેટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે ભારતીય ખેડૂત સંઘના બેનર નીચે હજારોની સંખ્યામાં ખેડૂતો સંપૂર્ણ દેવા માફી, વીજળીના દરમાં છૂટ દેવાની માંગને લઇ આંદોલન કરી રહ્યા છે. જયારે આ મામલા પર જિલ્લાધિકારી ઋતુ માહેશ્વરીનું કહેવું છે. કે ભારતીય ખેડૂત સંધના એક પ્રતિનિધિમંડળ દિલ્હી જવા નીકળ્યું છે જયાં તેઓ કેન્દ્રીય મંત્રીઓની સાથે વાતચીત કરશે. તેમણે જણાવ્યું કે હાલમાં જીટી રોડ સ્થિત ચાર ફાર્મ હાઉશોમાં ખેડૂતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એક બાજુ ગાજીપુર બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, કૃષિ રાજય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ખેડૂતોના દેવામાફી અને વીજળીના બીલમાં ઘટાડો કરવાના મુદ્દાને લઇને ખેડૂત ક્રાંતિ પદયાત્રા ૨૩ સપ્ટેમ્બરના રોજ હરિદ્વારથી શરૂ થઇ હતી. જેના પછી પશ્યિમી ઉત્તરપ્રદેશના મુજફફરનગર અને મેરઠ જિલ્લાઓ પસાર થઇ ખેડૂતો સોમવાર (૧ ઓકટોબર)ના રોજ ગાઝિયાબાદ સુધી પહોંચ્યા હતા, જયાં ખેડૂતોને રોકવામાં આવ્યા હતા.

અગાઉ આ ખેડૂતોની ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની વાતચીત નિષ્ફળ રહી હતી. રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતોને ગાઝિયાબાદમાં દિલ્હી-યૂપી બોર્ડર પર જ અટકાવી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)ના અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકાર પર નિશાન તાકતા કહ્યું છે કે, અમને અહીં જ કેમ અટકાવી દેવામાં આવ્યા છે.

ટિકૈતે કહ્યું છે કે, અમે તમામ ખેડૂતો શાંતિપૂર્વક અને અનુશાસિત રીતે રેલી યોજી રહ્યાં છીએ. જો અમે અમારી સમસ્યા અમારા દ્વારા ચૂંટાયેલી સરકારને નહીં કહીએ તો કોને કહીશું? શું આ વાત માટે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જઈએ? ખેડૂતોનું પ્રતિનિધિમંડળ આજે બપોરે ૧૨ વાગ્યે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે. પરંતુ ખેડૂતો તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મુલાકાત બાદ જ ભાવિ રણનીતિ નક્કી થશે. તમામ ખેડૂતો હાલ દિલ્હી-ઉત્ત્।ર પ્રદેશની ગાઝીપૂરના યૂપી ગેટ વિસ્તારમાં મોટી સખ્યામાં એકત્રિત થઈ રહ્યાં છે.

ગાઝિયાબાદથી દિલ્હીમાં દાખલ થતા તમામ રસ્તાઓને પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ દિલ્હીના કોશામ્બી અને વૈશાલી તરફ જતા રસ્તા પરના ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. કિસાન ક્રાંતિ યાત્રા હેઠળ નવ મુખ્ય માગણીઓ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માગણી કરજમાફીની છે. એ સાથે પાકની યોગ્ય કિંમત મળે એ માટે ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે.

ખેડૂતોની માગણી છે કે કરજમાં ડૂબેલા આત્મહત્યા કરનારા ખેડૂતોના પુનર્વસન માટે સરકાર કોઈ નક્કર યોજના બનાવે. દિલ્હી પોલીસે ખેડૂતોના આ આંદોલનને મંજૂરી આપી નથી. દિલ્હીમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને દિલ્હીને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે ઉત્ત્।ર પ્રદેશની બોર્ડરને સીલ કરી દીધી છે. ખેડૂતો બીજી ઓકટોબરે દિલ્હી પહોંચી રાજઘાટથી સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાના છે. રાજઘાટ અને સંસદ આસપાસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

અગાઉ આ ખેડૂતોની ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની વાતચીત નિષ્ફળ રહી હતી. રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતોને ગાઝિયાબાદમાં દિલ્હી-યૂપી બોર્ડર પર જ અટકાવી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)ના અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકાર પર નિશાન તાકતા કહ્યું છે કે, અમને અહીં જ કેમ અટકાવી દેવામાં આવ્યા છે.

(3:12 pm IST)