Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અન્ના હજારેના અનશન મોકૂફ :મહારાષ્ટ્રના મંત્રી સાથે વાતચીત બાદ નિર્ણયમાં ફેરફાર

આંદોલનના માધ્યમથી ભાજપની સરકાર સત્તામાં આવી તે લોકપાલને ભૂલી ગઈ:અન્નાનો આરોપ

મુંબઈ :લોકપાલ નિયુક્તિની માગ સાથે સામાજિક કાર્યકર અન્ના હજારેએ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાનની મધ્યસ્થાથી અનશન મોફુક રાખ્યુ છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરિશ મહાજને અન્ના સાથે વાતચીત કરી હતી ત્યારબાદ અન્નાએ અનશન કરવાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. અન્ના હજારેનો આરોપ છે કે, જે આંદોલનના માધ્યમથી  ભાજપની સરકાર સત્તામાં આવી તે  લોકપાલને ભૂલી ગઈ છે.

  અન્નાનો આરોપ છે કે, કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ લોકપાલ મામલે દેશની જનતાનુ ધ્યાન ભટકાવી રહી છે. અન્નાએ ગત્ત દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને લોકપાલ અંગે રજૂઆત કરી હતી.  અન્નાએ પત્રમાં ભાજપ પર લોકપાલની નિયુક્તિ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

  અન્નાએ પત્રમાં લખ્યુ કે, 16  ઓગસ્ટ 2011ના રોજ દેશના લોકો સડક પર ઉતરી આવ્યા હતા. ભાજપ લોકપાલનો મુદો આગળ કરીને સત્તામાં આવી છે. તેમ છતા સરકાર ચાર વર્ષના સમયગાળામાં લોકપાલની  નિયુક્તી  ટાળી રહી છે.

(12:37 pm IST)